લવની ભવાઈ: ગુજરાતી મુવીનો અંગત અભિપ્રાય
એક એવું પિક્ચર જે બૉલીવુડની વાર્તાઓને ટક્કર આપે. એક એવું સંગીત જે કાનમાં ગુંજયાં કરે. ગીતોના શબ્દો એવા કે જે ક્યાંક દૂર સુધી લઇ જાય. એવા ડાયલોગ્સ કે હસાવે, રડાવે, સમજાવે, મનાવે.
મલ્હાર ઠાકર, એની નેચરલ એક્ટિંગ જાણે લાગે કે પાત્ર એના માટે જ રચાયું હોય. હસાવે, રડાવે ને પાછું હસાવે. આરોહી, જે ફિલ્મની વાર્તામાં મહત્વનું કિરદાર, બીજાના પ્રશ્નો સુલઝાવતા પણ પોતાના પ્રશ્નમાં ફસાતો માણસ પોતાને આ પાત્રમાં જોઈ શકે. પ્રતીક ગાંધી, બધી જ ફિલ્મો માફક એક ખૂબ સરસ અભિનય. આરતીબેન, અનુભવી નાટકનો અનુભવ ચોખ્ખો દેખાઇ આવે. આમેય નાટકમાં રિટેક જેવું ન હોય એટલે ફિલ્લ્મમાં એક્ટીંગ ખૂબ સારી લાગે, ખૂબ સરસ સપોર્ટિંગ પાત્ર પણ આંખોમાં માં પણું દેખાવી આવે જે જરૂરી પણ હતું. મૌલિક, ભાઈની હાજરી જ હસાવી દે, લાગે મિત્ર એક આવો મળે, ફરી જન્મવાનો લ્હાવો મળે. આ ઉપરાંત બાકીના બધા જ પડદા પાછળના મહાન કલાકારો જે ફિલ્મને સફળ બનાવશે.
ત્રિકોણમીતી હોય કે પ્રેમ કે પ્રેમમાં ત્રિકોણ ત્રણેય અઘરા ખરા પણ આખરે બધા ખૂણા બધા ક્યાંક તો ભેગા થાય જ.
સંદીપભાઈ અને તેમની પુરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
અંતિમ સ્પર્શ:
ફિલ્લ્મ મને લાગે કે, જશે છવાઈ,
જોઈ લો એકવાર 'લવની ભવાઈ'.
- નિશાંક મોદી
No comments:
Post a Comment