मायूस होकर निकला वो महफ़िल से,
वो मुशायरे में मुस्कुराहट ढूंढने आया था।
- निशांक मोदी
એમના વિરોધીઓ ઘણા હતા અને આજેય હશે પણ સત્ય અને અહિંસા બે હથિયાર સાચવી જાણે એ ખરો વીર...
સત્યને અહિંસામાં જો આત્મા ના હોત,
મોહન તો પછી કદીય મહાત્મા ના હોત.
- નિશાંક મોદી
#OneLiner
એટલું બધું જીવનમાં પ્રેક્ટિકલ ના થવાય કે જીવનની થીયરી જ બદલાઈ જાય...
- નિશાંક મોદી
કદીક ચક્રવ્યૂહમાંય રસ્તા ખુલા મળે,
ને કદીક પતંગિયાંય બાગમાં ભુલા પડે,
બને એમ કે સળગે ઘર આખે આખું,
ને કદીક ઘરમાંય સળગતા ચૂલા ઠરે.
- નિશાંક મોદી
#Advance_Warning_Luban_Cyclone
લુબાન તું નવરાત્રી બગાડમાં હા બગાડમાં,
વરસાદમાં છોકરાછોકરીઓનો જોજે મેકઅપ ઉતરી જાય ના...- નિશાંક મોદી
#Tinder- To forget your real date😍
પહેલા નજીક હોવા છતાં શરમાતા લોકો વચ્ચે આંખોથી આંખો મળતી ને વાત થતી હવે બધાની આંખો જ મોબાઈલમાં રહે છે....આજ કારણસર ટીન્ડરનો જન્મ થયો છે....- નિશાંક મોદી
સૂરજદાદા સાંભળીને કદી દુઃખી નથી થતા,
કે બાગમાં બધા ફૂલ સૂરજમુખી નથી થતા.
- નિશાંક મોદી
#OneLiner
નેચરલ ફિલ્ટર: રોલમાંથી ડેવલોપિંગ કરેલા ફોટાઓ પર ચઢતું ધૂળનું આવરણ....
અમે ગુજરાતી હજુય અમુક અંગ્રેજી (ઈંગ્લીશ નહિ) શબ્દોનું બહુવચન અમારી રીતે જ કરીએ છીએ...ફોટાઓ, બેંચો, ફ્રેંડો, બાઇકો, કારો અને આવી અઢળક આઇટમો....
- નિશાંક મોદી
🙏#Happy_Navaratri🙏#Safe_Navaratri🙏
રૂપના અંબાર પાછળ મન ખેંચાઈ ના જાય,
માઁ નો તહેવાર છે, જો જે ભુલાઈ ના જાય,
પ્રથા એવી કે ઉડે સૌ નવલા નોરતે આભમાં,
કોઈકનું પારેવું છે, જો જે પિંખાઈ ના જાય.
- નિશાંક મોદી
આટલા વર્ષનો અનુભવ:
સ્વિમિંગ હોય કે ગરબા, પગ ની રીધમ હોય તો જ રાઉન્ડ પાર... - નિશાંક મોદી
નાસ્તિકની વાચા ખુદાને રિઝવે એ જ બંદગી,
હાર્યા પછી પણ હસતાં શીખવે એ જ જિંદગી...
- નિશાંક મોદી
દુનિયા જીતવાની બસ એક ફાવટ ના કરી શક્યો,
કારણ એ જ હતું કે બસ બનાવટ ના કરી શક્યો.
- નિશાંક મોદી
બહારે બેડોળ કાયાને વરણે કાળી,
અંદર સુંવાળી ને લાગે રંગે રૂપાળી,
મૂંગી મુંઝાતી મગફળી માનવને કહે,
અંતરમન ખોલને પાડ જાત ઉઘાડી.
- નિશાંક મોદી
આજ ચળકતો ઝભ્ભોને નવરંગી ઓઢણી થમી જશે,
મને ખબર તારી દોસ્ત આવતા વર્ષે ફરી કૉક ગમી જશે.
- નિશાંક મોદી
દઝાડ નહિ આગ આમ, ખોટી જલન થાય છે,
મન શું હરખાય અહીં તો જ્ઞાનનુંય દહન થાય છે.
પાણીના પ્રતિબિંબમાં સામે જ મળી ગયો,
ભ્રમણા હતી એ તૂટી, કે રાવણ બળી ગયો.
- નિશાંક મોદી
નવા બાળકનો જન્મ એટલે...કુદરતને હજુય માનવમાં શ્રદ્ધા છે... - નિશાંક મોદી
નશો એવો એનો, કે આખી રાત જગાડી,
એક ચાયની ચૂસકીએ ખરી ઊંઘ બગાડી.
- નિશાંક મોદી
સામ્યતા બંન્નેની એવી કે છુપાતા નથી,
રંગો ભૂંસાતા અને આંસુ લૂછાતા નથી.
- નિશાંક મોદી
કરેલા પ્રસંગો બધા જ યાદગાર હતા,
લોકો ભૂલી જાય આપણે શું કરીએ,
સંબંધ સાચવ્યાતા સપનાઓની જેમ,
આંખો ખુલી જાય આપણે શું કરીએ.
- નિશાંક મોદી
तेरे शब्दों में अभी पहेले जैसा मज़ा नही, बता दर्द कम हो गया या कोई दवा मिल गई।
- निशांक मोदी
#લવિંગિયું
સાંપોલિયામાં જે મજા છે, એ કાંઈ રોકેટમાં થોડી છે,
ડર તો બાળપણમાંય નતો હાથથી ટિકડીઓ ફોડી છે.
- નિશાંક મોદી
#Honey
સલાહ આપનાર: મીઠું મધ સૌને ગમે છે પણ ડંખ મારનાર મધમાખી કોઈને નહીં. સારા બનો.
સચ્ચાઈ: મધમાખી સિવાય કોઈ બીજું મધ બનાવી શકતું નથી. એની સળી ના કરો ત્યાં સુધી એ કરડતી નથી. અને સૌથી મહત્વની વાત એ કામ કરે છે, સલાહ નથી આપતી. 😄
- નિશાંક મોદી