#Color
કદીક જિંદગી રંગીન, કદીક બેરંગ છે,
કદીક લાગે ઓલસેટ, કદીક બેઢંગ છે,
આવતા જતા પાત્રો હસાયા રડાયા કરે,
જિંદગી જાણે જિંદગી નહિ રંગમંચ છે.
- નિશાંક મોદી
#હેપ્પીહોલી2018 #OneColor
રંગીન કરી જાય કોઈક જિંદગી રંગ નાખીને, આ એક જ હોળી જે સારી લાગે... -નિશાંક મોદી
गहरी हुई जो रात, वो चिराग़ जला बैठे,
नींद करके पराई, वो ख़्वाब जला बैठे।
- निशांक मोदी
ઈશ્વર તારી હયાતી પર મને શંકા જાય છે,
માણસ ડફણાં ખાયને માદળીયું પૂજાય છે.
- નિશાંક મોદી
पेड़ काटकर हम ये पटरियां बो रहे है,
उड़ तो रहे है पर हम साँस खो रहे है।
- निशांक मोदी
રોજ ઉગે ને રોજ આથમે છે,
પોતાનો પ્રભાવ ક્યાં છાપે છે
પ્રકાશ ક્યાં ક્યાં પહોંચ્યો એ
કદીય આ સૂરજ ક્યાં માપે છે.
- નિશાંક મોદી
सुकून से भरी वो एक नींद चुरा के लाया था,
बड़ी तकलीफ़ से वो ख़्वाब बेच के आया था।
- निशांक मोदी
ख़्वाब जितने थे वो हवा हो गए,
दर्द सारे मिलके जब दवा हो गए,
बचकानी हरकतें सिख लो तब,
जब लोग कहे आप जवाँ हो गए।
- निशांक मोदी
ગુમાવેલી વસ્તુઓ
1. કારણ વગરનું હાસ્ય, સ્ફૂર્તિ ભરેલું સ્વાસ્થ્ય
2. શિક્ષકનો ડર, જૂનું બદલેલું ઘર
3. હરીફાઈ વગરના મિત્રો, રંગ ઢોળાયેલા ચિત્રો
4. કીકીયારી કરતું પારણું, પછડાતું ઘરનું બારણું
5. પૂંઠા વગરની ચોપડીઓ, નવા વેપારની નોટોની થોકડીઓ
6. અમદાવાદની કોડી, કાગળની હોડી
7. ખભા પરનું દફતર, સતોલિયાના પથ્થર
8. પાનની ગોળી, રંગોવાળી હોળી
9. દશ પૈસાનું ચૂર્ણ, લેશન અપૂર્ણ
10. નિશાળનો પહેરવેશ, સાઈડ પાંથીવાળા કેશ
11. ગોમળ રમતી લખોટી, હાંકેલી બડાશો મોટી
12. અનાયાસે થયેલું ગાંડપણ, સંપૂર્ણ મારું બાળપણ
- નિશાંક મોદી
દુઃખની પળો વાગોળતાં સુખની પળ ચુકી જવાય,
બહુ વિચારીશ નહિ દોસ્ત આમાં જ દુઃખી થવાય.
- નિશાંક મોદી
हँसता खेलता एक बचपना तस्वीर हो गया,
बिन कमाई बचपन देख कैसे अमीर हो गया।
- निशांक मोदी
શબ્દોની ધારને તું આમ તેજ ના કર,
સંબંધની ચાદરમાં તું આમ છેદ ના કર,
નથી પોતાનાપણું પહેલા જેવું તો શું આ
લેતા છોડતાં શ્વાસોમાં તું આમ ભેદ ના કર...
- નિશાંક મોદી
No comments:
Post a Comment