Sunday, February 4, 2018

લવની ભવાઈ: ગુજરાતી મુવીનો અંગત અભિપ્રાય

લવની ભવાઈ: ગુજરાતી મુવીનો અંગત અભિપ્રાય

એક એવું પિક્ચર જે બૉલીવુડની વાર્તાઓને ટક્કર આપે. એક એવું સંગીત જે કાનમાં ગુંજયાં કરે. ગીતોના શબ્દો એવા કે જે ક્યાંક દૂર સુધી લઇ જાય. એવા ડાયલોગ્સ કે હસાવે, રડાવે, સમજાવે, મનાવે.

મલ્હાર ઠાકર, એની નેચરલ એક્ટિંગ જાણે લાગે કે પાત્ર એના માટે જ રચાયું હોય. હસાવે, રડાવે ને પાછું હસાવે.  આરોહી, જે ફિલ્મની વાર્તામાં મહત્વનું કિરદાર, બીજાના પ્રશ્નો સુલઝાવતા પણ પોતાના પ્રશ્નમાં ફસાતો માણસ પોતાને આ પાત્રમાં જોઈ શકે. પ્રતીક ગાંધી, બધી જ ફિલ્મો માફક એક ખૂબ સરસ અભિનય. આરતીબેન, અનુભવી નાટકનો અનુભવ ચોખ્ખો દેખાઇ આવે. આમેય નાટકમાં રિટેક જેવું ન હોય એટલે ફિલ્લ્મમાં એક્ટીંગ ખૂબ સારી લાગે, ખૂબ સરસ સપોર્ટિંગ પાત્ર પણ આંખોમાં માં પણું દેખાવી આવે જે જરૂરી પણ હતું. મૌલિક, ભાઈની હાજરી જ હસાવી દે, લાગે મિત્ર એક આવો મળે, ફરી જન્મવાનો લ્હાવો મળે. આ ઉપરાંત બાકીના બધા જ પડદા પાછળના મહાન કલાકારો જે ફિલ્મને સફળ બનાવશે.

ત્રિકોણમીતી હોય કે પ્રેમ કે પ્રેમમાં ત્રિકોણ ત્રણેય અઘરા ખરા પણ આખરે બધા ખૂણા બધા ક્યાંક તો ભેગા થાય જ.

સંદીપભાઈ અને તેમની પુરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

અંતિમ સ્પર્શ:
ફિલ્લ્મ મને લાગે કે, જશે છવાઈ,
જોઈ લો એકવાર 'લવની ભવાઈ'.
- નિશાંક મોદી

Random 5

#Color
કદીક જિંદગી રંગીન, કદીક બેરંગ છે,
કદીક લાગે ઓલસેટ, કદીક બેઢંગ છે,
આવતા જતા પાત્રો હસાયા રડાયા કરે,
જિંદગી જાણે જિંદગી નહિ રંગમંચ છે.
- નિશાંક મોદી

#હેપ્પીહોલી2018 #OneColor
રંગીન કરી જાય કોઈક જિંદગી રંગ નાખીને, આ એક જ હોળી જે સારી લાગે... -નિશાંક મોદી

गहरी हुई जो रात, वो चिराग़ जला बैठे,
नींद करके पराई, वो ख़्वाब जला बैठे।
- निशांक मोदी

ઈશ્વર તારી હયાતી પર મને શંકા જાય છે,
માણસ ડફણાં ખાયને માદળીયું પૂજાય છે.
- નિશાંક મોદી

पेड़ काटकर हम ये पटरियां बो रहे है,
उड़ तो रहे है पर हम साँस खो रहे है।
- निशांक मोदी

રોજ ઉગે ને રોજ આથમે છે,
પોતાનો પ્રભાવ ક્યાં છાપે છે
પ્રકાશ ક્યાં ક્યાં પહોંચ્યો એ
કદીય આ સૂરજ ક્યાં માપે છે.
- નિશાંક મોદી

सुकून से भरी वो एक नींद चुरा के लाया था,
बड़ी तकलीफ़ से वो ख़्वाब बेच के आया था।
- निशांक मोदी

ख़्वाब जितने थे वो हवा हो गए,
दर्द सारे मिलके जब दवा हो गए,
बचकानी हरकतें सिख लो तब,
जब लोग कहे आप जवाँ हो गए।
- निशांक मोदी

ગુમાવેલી વસ્તુઓ

1. કારણ વગરનું હાસ્ય, સ્ફૂર્તિ ભરેલું સ્વાસ્થ્ય
2. શિક્ષકનો ડર, જૂનું બદલેલું ઘર
3. હરીફાઈ વગરના મિત્રો, રંગ ઢોળાયેલા ચિત્રો
4. કીકીયારી કરતું પારણું, પછડાતું ઘરનું બારણું
5. પૂંઠા વગરની ચોપડીઓ, નવા વેપારની નોટોની થોકડીઓ
6. અમદાવાદની કોડી, કાગળની હોડી
7. ખભા પરનું દફતર, સતોલિયાના પથ્થર
8. પાનની ગોળી, રંગોવાળી હોળી
9. દશ પૈસાનું ચૂર્ણ, લેશન અપૂર્ણ
10. નિશાળનો પહેરવેશ, સાઈડ પાંથીવાળા કેશ
11. ગોમળ રમતી લખોટી, હાંકેલી બડાશો મોટી
12. અનાયાસે થયેલું ગાંડપણ, સંપૂર્ણ મારું બાળપણ
- નિશાંક મોદી

દુઃખની પળો વાગોળતાં સુખની પળ ચુકી જવાય,
બહુ વિચારીશ નહિ દોસ્ત આમાં જ દુઃખી થવાય.
- નિશાંક મોદી

हँसता खेलता एक बचपना तस्वीर हो गया,
बिन कमाई बचपन देख कैसे अमीर हो गया।
- निशांक मोदी

શબ્દોની ધારને તું આમ તેજ ના કર,
સંબંધની ચાદરમાં તું આમ છેદ ના કર,
નથી પોતાનાપણું પહેલા જેવું તો શું આ
લેતા છોડતાં શ્વાસોમાં તું આમ ભેદ ના કર...
- નિશાંક મોદી

Random 4

#OkhiCyclone #ઓખીવાવાઝોડું
માનવમનમાં ઉદ્દભવતા ઝંઝાવાત કરતા તો નાનું જ હશે...નહિ?
- નિશાંક મોદી

#SingleSkyMultiLands
Do you know why the sky is above us?

Humans can make borders on lands. They can mark borders in the oceans. But the sky has its own world, you can't divide into   different countries and it is single in the universe and that's why it is on the top of everything.
- Nishank Modi

फक्र तुम्हें ये की तबियत तुम्हारी अच्छी है,
जीते नही तुम, हमने बाजी हारी अच्छी है,
मानते है कि नफ़रत हमारी कुछ ज्यादा पर,
तुम्ही बताओ मोहब्बत की बीमारी अच्छी है?
- निशांक मोदी

तकलीफ इस दिल की यही वो धड़कता है,
मिले कोई तो धड़के वरना ये तड़पता है।
- निशांक मोदी

#26November2008
#MumbaiTerrorAttack #Heroes

वतन के ख़ातिर ये लोग शहीद हो गए,
दहशत को मिटाने वो खुद ज़िद हो गए।
- निशांक मोदी

જબરું કહેવાય!!!
હોઠ ફાટી જવા અને હોઠ સિવાઈ જવા.
લાગે કેવું વિરોધાભાસી પણ બંન્નેના અર્થ કેટલાં જુદા છે...
- નિશાંક મોદી

Random 3

માનવતા અને લાગણીઓની લે-વેચ પૈસાથી નથી, આવા શૅરનું બજાર કંઈક અલગ અને ભાવ તગડો હોય છે. -નિશાંક મોદી

હાથની એકાદ રેખા ઘસી નાખી,
તકદીરે આમ કવિતા લખી નાખી.
- નિશાંક મોદી

અંદરથી ભીંજવી નાખે આ એકાદ ઝાકળ,
પ્રેરણાભરી દે જો મળે વખાણભર્યું કાગળ,
- નિશાંક મોદી

#FairJudgement
જીતાડયું પણ સિકંદર ના બનવા દીધું, દોસ્ત આ પ્રજા ગુજરાતી છે. - નિશાંક મોદી

#SingleShot
જિંદગીની ગણતરીઓ ખોટી પાડવા, હસ્તરેખાની સામે આંગળીના વેઢા હડતાળ પર હતા.
- નિશાંક મોદી

શબ્દો વચ્ચેની ખાલી જગા દર્દથી ભરી દઉં છું,
જો દોસ્ત હૈયું આમ જ તો ખાલી કરી દઉં છું.
- નિશાંક મોદી

#સીધીવાત #ChooseCandidateNotParty #GoforVote #UseCommonSense
આપના મતવિસ્તારમાં થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હોય તો શાસનપક્ષ અને ન આવ્યું હોય તો વિપક્ષ....

શ્રીકૃષ્ણની ટચલી આંગળીમાં પણ તાકાત હતી અને આપડી પહેલી આંગળીમાં....
- નિશાંક મોદી

પ્રેમ અગનમાં નથી રહી કોઈ કશીશ હવે,
રહેવા દે બે પથ્થરોને આમ ના ઘસીશ હવે.
- નિશાંક મોદી

મેઘધનુષમાં ચળકાટને સિતારાઓમાં રંગ નથી,
ક્ષિતિજ છે, પણ આભને ધરતીનો સંગ નથી,
ભરોસો કે તું આપે માપી માપીને ઓ કુદરત,
ફૂલોમાં ભર્યો જીવ પણ એમાં કોઈ અંગ નથી.
- નિશાંક મોદી

લાગણીઓમાં વહેને આંસુઓમાં તરે છે,
જો આંખો દર્દના હપ્તા હજીય ભરે છે.
- નિશાંક મોદી

Random 2

કોઈક મળે અજાણતા જે કદી ધબકાર બની આયુ તું,
જહાજ જેવી જિંદગીમાં મોજું પડકાર બની આયુ તું,
માનતો જેને મારી મિલ્કત, મારો હક, મારો વસવસો,
સ્વાભિમાન નામનું શસ્ત્ર અહીં અહંકાર બની આયુ તું.
- નિશાંક મોદી

આ ઉદાહરણ ઉતારી મનમાં, હંમેશા આંખ પૉછી છે,
ચંપલના તળિયાની તકલીફ વધુને ફરિયાદ ઓછી છે.
- નિશાંક મોદી

સંબંધ સચવાઇ જાયતો મન હરખાઈ જાય. તાળાં ચાવીનો સ્વભાવ જુદો પણ સાથ વગર બંન્નેની કિંમત નહિ. - નિશાંક મોદી

બુઠી તો બુઠી હાથમાં તલવાર તો છે,
ફૂલોને ડર શાનો, કાંટાની કિનાર તો છે.
- નિશાંક મોદી

અંદર જેવો દેખાવું, એવો જ બહાર છું,
સંતાડેલ લોકર નહિ ઘરનું ખુલ્લું દ્વાર છું,
મ્યાનમાં રાખીશ કે મુઠ્ઠીમાં તો સારું રહેશે,
છંછેડીશ નહિ આખરે બેધારી તલવાર છું.
- નિશાંક મોદી

બનાવટી ફૂલોમાં રંગ ભરી શકાય, સુગંધ પણ ભરી શકાય પરંતુ લાગણી તો ના જ ભરી શકાય...સંબંધોનું પણ કંઈક એવું જ છે... -નિશાંક મોદી

#HAPPYNEWYEAR
#WELCOME2018
#THANKYOU2017
કશું પણ કાયમી નથી એ આજ અહીં સમજાઈ ગયું,
એક તારીખ,એક મહિનો,એક વર્ષ બધું બદલાઈ ગયું.
- નિશાંક મોદી

#ચૂંટણીપછીનુંડહાપણ
કોઈકને છુટા કર્યાને કોઈકને ભેળવી નાખ્યા,
ચૂંટણીએ તો જો કેવા સંબંધો ફેરવી નાખ્યા.
- નિશાંક મોદી

સરસ, વાંચ્યા પછી તરત સુજ્યું,

કયાંક મફત, ક્યાંક સસ્તીને ક્યાંક કિંમત તગડી છે,
જિંદગી બીજું કશું નહીં બસ ગરમ નરમ ખીચડી છે.
- નિશાંક મોદી

#Sundayસલાહ
પરિસ્થિતિ મુજબ ઢળવું પડે દોસ્ત, જીવન જીવવાનો કોઈ ચોક્કસ ફરમો નથી હોતો. - નિશાંક મોદી

ખિસ્સામાં હાથ,નજર ત્રાંસી હોઠે શબ્દો ગુંજે છે,
ચહેરા પર સ્મિત ને તોય લોકો તબિયત પૂછે છે.
- નિશાંક મોદી

Random 1

લે ઘડી આ મિલનની આવી પહોંચી,
બે હસ્તરેખાઓ નજીક આવી પહોંચી,
સાત જનમનો સંબંધ નિભાવવાને,
જો હું તારા આંગણે આવી પહોંચી.
- નિશાંક મોદી

#કટાક્ષ #Budget2018
સપનાઓ તૂટીને બધા રોળાઈ જાય છે,
ખુશીઓ આવી તરત ખોવાઈ જાય છે,
આવ્યો એ લગ્નમાંને ભરપૂર જમી ગયો,
ને પાંચ રૂપિયા ચાંલ્લો નોંધાઈ જાય છે.
- નિશાંક મોદી

જ્યારે લાગણી હૃદયને સ્પર્શે છે,
અશ્રુ બની આંખમાંથી વરસે છે.
- નિશાંક મોદી

#ચંદ્રગ્રહણ #LunarEclipse
માનતો રહ્યો સતત કે, પ્રણયની અસર થાય છે,
મંદિરની ભીડ કહી ગયું ગ્રહણની અસર થાય છે.
- નિશાંક મોદી

કેવી કારીગરી કુદરતની, બધું હરિયાળું રાખ્યું,
ખીલવ્યું લાલ ફૂલ પણ માપ એનું નાનું રાખ્યું.
- નિશાંક મોદી

#FIRESHOT
મીણબત્તી પીગળેને આ દોરી બળી જાય છે,
કઈ નથી કરતી આગ બસ દઝાડી જાય છે,
દીવાનો પ્રકાશ બન ને જો પછી મનની ખુશી,
માણસાઈમાં જ અહીં તને ઈશ્વર મળી જાય છે.
- નિશાંક મોદી

#PadmavatiControversy
સ્કૂલમાં ભણતાં ત્યારે એક સુવાક્ય બોર્ડ પર બહુ વાંચવા મળતું, આજે ફરી વાર એ સાચું લાગ્યું કે,

"ક્ષમા એ વીરોનું આભૂષણ છે." આનો અર્થ એમ થાય કે કોઈને માફ કરવું એ સામાન્ય માણસનું કામ નથી, એના માટે વીર પુરુષ બનવું પડે.

एक घर मे रहकर भी लोग लापता है,
ये मेरा देश टुकडों में जो अब बंटा है,

जल रहा शहर मासूम यहाँ परेशान है,
पूछ रहा सवाल मेरी क्या यहा खता है,

लोकशाही में लोग कानून हाथ में लेले,
चिंता का ये विषय नही अब ये व्यथा है।
- निशांक मोदी