चैन से सो ना शके वो रात भी ना आई,
ख़्वाब में महबूब की याद भी ना आई,
मंजूरी नही इस इश्क़ में खुदा की शायद,
थे हम करीब पर बरसात भी ना आई।
- निशांक मोदी
હું પૂછવા ગયો કોઈની ખબર ને બીમાર થઈ ગયો,
બીજાના દર્દથી ભરી તિજોરી ને ખુવાર થઈ ગયો,
ફેલાવવા માંગતો તો હું ઉજાસ રાગ દિપક ગાઈને,
લાવી આંખોમાં અશ્રુધારા રાગ મલ્હાર થઈ ગયો.
- નિશાંક મોદી
#WorldEmojiDay 😊☹️😀😭😱😠😐
શબ્દો મુખના પિંજરમાં કેદ થઈ રહી જાય છે,
ચહેરાના હાવભાવ જ્યારે બધું કહી જાય છે...
- નિશાંક મોદી
#ગુરુપૂર્ણિમા #ચંદ્રગ્રહણ
અંધકારમાં આધાર થઈને તારે છે,
મૂંઝવણમાં માર્ગ બદલાવી વાળે છે,
નજીક રહે ગુરુને દૂર છે ચાંદ તોય
લોકો કહે ગુરુ કરતા ગ્રહણ ભારે છે...
- નિશાંક મોદી
હતી જે ગેરસમજ દૂર થઈ કે બધે જ સાચા પડ્યા
શબ્દો પાકા વાવીને સંબંધોમાં આપડે કાચા પડ્યા.
- નિશાંક મોદી
અરે કુદરત!જિંદગી તું કઈ રીતે ગોઠવી જાય છે,
જોઈતું મળતું નથી, નથી જોઈતું મળી જાય છે.
- નિશાંક મોદી
नाकाम रही वो खूबसूरती, उसमें आशिक़ी नही थी,
मुस्कुराते रहे थे होठ, चहेरे पर ताज़गी नही थी,
निग़ाहों की वो हया दिल तो जीत ले गई पर क्या,
मन मुकर गया बस आँखों मे जो नमी नही थी।
- निशांक मोदी
તૂટતી બટકતી પેન્સિલોને તમે પેન બનાવી ગયા,
કોરા કાગળો હતા અમે તમે રંગીન બનાવી ગયા.
- નિશાંક મોદી
બેબસ મન બદલવા ચાલ ફરવા જઈએ,
જિંદગીના મોજામાં ચાલ તરવા જઈએ,
સાથ બધાનો છે ને તોય તું એકલો કેમ,
બહુ થયું દોસ્ત ખુદને ચાલ મળવા જઈએ.
- નિશાંક મોદી
મંઝિલ છોડ્યા બાદ જો હવે યાદો જ જરૂરી છે,
કેમ કે રસ્તા થયા પુરા ને જાણે યાત્રા અધૂરી છે.
- નિશાંક મોદી