Random 13
जीने के बात सीखाकर मायूस होकर घर आया है,
लगता है कुछ देकर नही कुछ लेकर घर आया है।
- निशांक मोदी
આખા વરસનું સાટું પળવારમાં વાળી લીધું,
જ્યારે કેલેન્ડરનું છેલ્લું પાનુંય મેં ફાડી દીધું.
- નિશાંક મોદી
ને પછી જ એ ચાર જણામાં પુછાયો,
જે દરિયા કિનારે સુકાયો તો પડછાયો.
- નિશાંક મોદી
ભોંય પર પડેલી રોટલી દુઃખી હતી,
કાલની એ ફુલકા આજે સૂકી હતી,
બદદુઆ આપતી ગઈ માણસને જોઈ
કે સામે એક છોકરી કાલથી ભૂખી હતી.
- નિશાંક મોદી
ઉતર્યું, મનમાં જે અભિમાન લઈ આવ્યો તો,
આજે પહેલીવાર એ સ્મશાન જઈ આવ્યો તો.
- નિશાંક મોદી
વર્ષોથી રૂંધાયેલા ખાલી શ્વાસ કરી આવ્યું છે,
જો કોઈક સ્મશાનમાં ઉજાસ કરી આવ્યું છે.
- નિશાંક મોદી
પૂછ્યા વગર પણ કોઈ તબિયત પૂછી ગયું,
જ્યારે ઝાકળના વજનથી પાંદડું ઝૂકી ગયું.
- નિશાંક મોદી
મન રાખી મેલા, સાફ ચહેરાથી મળે કોઈ,
ગળે મળી ગળા ચીરી હળવેકથી છળે કોઈ.
- નિશાંક મોદી
#Happy_Winter
સ્ટેટ્સ એટલી ઊંચાઈએ પહોંચી ગયું આપણું,
કે મનને ટાઢક આપતું પેલું ભુલાઈ ગયું તાપણું...
- નિશાંક મોદી
ખાલી હાથે ગયો ને ખાલી હાથે પાછો ફર્યો છે,
નક્કી માણસ, નસીબના ખોટા રવાડે ચઢ્યો છે.
- નિશાંક મોદી
#Happy_Uttarayan #BeDifferent_StayDifferent
જાય બાકી બીજાથી ઊંધોને ખુદનો જેને ઉમંગ હોય,
લખાય વાર્તા જુદી એની જે બિનદિશાનો પતંગ હોય.
- નિશાંક મોદી
#EndofFestival #Wedding_Season
માળિયાની વસ્તુઓ માળિયામાં પહોંચી ગઈ,
અગાશીઓ ફરી પાછી ફળીયામાં પહોંચી ગઈ,
એક ઉત્સવ પૂરો કર્યો, એક પ્રસંગ ઉજવવાને,
કમોરતાની ઘડી જો ચોઘડિયામાં પહોંચી ગઈ.
- નિશાંક મોદી
#10_Years_ago #Trending
મન દુવિધામાં છે કે દસ વર્ષ બાદ કઈક નવું મળ્યું કે દસ વર્ષ પહેલાં કઈક જૂનું ખોવાઈ ગયું.
- નિશાંક મોદી
વીંધેલા દેહમાંથી લાલઘૂમ રક્તધોધ વહી રહ્યો છે,
શહીદોની ચિતા સાથે ઉભો રહી દેશ રડી રહ્યો છે,
પરાક્રમી બન્યા ષડયંત્રનો શિકાર, પણ આ અંત નથી,
લોહીનો એકએક કણ જુસ્સાથી હજીય લડી રહ્યો છે.
- નિશાંક મોદી
લાલ ગુલાબને બદલે બલિદાન આપી આવ્યો,
શહીદ તિરંગામાં લપેટાઈ જવાન બની આવ્યો,
વીંધેલા દેહમાંથી લાલઘૂમ રક્તધોધ વહી રહ્યો છે,
શહીદોની ચિતા સાથે ઉભો રહી દેશ રડી રહ્યો છે,
પરાક્રમી બન્યા ષડયંત્રનો શિકાર, પણ આ અંત નથી,
લોહીનો એકએક કણ જુસ્સાથી હજીય લડી રહ્યો છે.
- નિશાંક મોદી
#Brave_Soldiers
લાલ ગુલાબને બદલે તેઓ બલિદાન દઈ ગયા,
શહીદો તિરંગામાં લપેટાઈને જવાન થઈ ગયા.
- નિશાંક મોદી
दूसरो को जगाकर फिर हम सो जाते है,
अफसोस कुछ दिन बात हम भूल जाते है।
- निशांक मोदी
સપ્તપદીના ફેરા બાદનો રિવાજ નિભાવતા જઈએ,
પ્રસંગ માણતા માણતા ઉપસ્થિતી નોંધાવતા જઈએ,
નવદંપતી 'વિધિનિસ'ને આશીર્વાદરૂપી શુભેચ્છા લખી,
એક મોરપીંછ કંકુમાં ડુબાડીને શબ્દો વધાવતાં જઈએ.
- નિશાંક મોદી
सूरज की धुपसे हलचल मची,
ठंड नजाने कहा चल बसी।
- निशांक मोदी
કોઈક ભુલાઈ તો કોઈક યાદ રહી જાય છે,
આંખો લુછાઈ તોય ફરિયાદ રહી જાય છે,
ગઝલ સજે છે દર્દનો મલમપટ્ટો પહેરી જ્યાં,
મહેફિલ વિખરાઈને પછી દાદ રહી જાય છે.
- નિશાંક મોદી