Friday, March 2, 2018

One Liner

#Serious_Line
હસવું બધાને પસંદ છે, પોતાની મજાક કોઈને પસંદ નથી...
- નિશાંક મોદી

#Sundayસલાહ
પરિસ્થિતિ મુજબ ઢળવું પડે દોસ્ત, જીવન જીવવાનો કોઈ ચોક્કસ ફરમો નથી હોતો. - નિશાંક મોદી

માનવતા અને લાગણીઓની લે-વેચ પૈસાથી નથી, આવા શૅરનું બજાર કંઈક અલગ અને ભાવ તગડો હોય છે. -નિશાંક મોદી

#OkhiCyclone #ઓખીવાવાઝોડું
માનવમનમાં ઉદ્દભવતા ઝંઝાવાત કરતા તો નાનું જ હશે...નહિ?
- નિશાંક મોદી

#SingleShot
જિંદગીની ગણતરીઓ ખોટી પાડવા, હસ્તરેખાની સામે આંગળીના વેઢા હડતાળ પર હતા.
- નિશાંક મોદી

#જીવનમંત્ર
દેહમાં જીવ અને હૃદયમાં ધબકાર સૌથી મહત્વની વસ્તું, બાકી બધું મિથ્યા કે માન્યતા...
- નિશાંક મોદી

લખતા લખતા શબ્દો ભીંજાઈ ગયા, ખ્યાલ ન આવ્યો કે દર્દ કલમમાં હતો, હાથમાં કે હ્ર્દયમાં...
- નિશાંક મોદી

જબરું કહેવાય!!!
હોઠ ફાટી જવા અને હોઠ સિવાઈ જવા.
લાગે કેવું વિરોધાભાસી પણ બંન્નેના અર્થ કેટલાં જુદા છે...
- નિશાંક મોદી

No comments:

Post a Comment