Sunday, December 2, 2018

Random 12


करवा चौथ:
आसमान का चाँद मुर्जा गया छत के चाँद को देखकर,
परेशान है 'किसका दिन है मेरा या उसका' ये सोचकर।
- निशांक मोदी

કડવા ચૌથ:
ગુજરાતી પતિઓને તો પત્નીઓ કડવા ચૌથ કરે ત્યારે જ બીક લાગે કે નક્કી હવે આયુષ્ય ઓછું હશે😂...
- નિશાંક મોદી

यू तो रहेती तीली के माफिक सीधी सी ये जिंदगी, नजाने क्यों जल जाती है किसी को छूकर !..
- निशांक मोदी

શું ચાલી રહ્યું આજકાલ જિંદગીમાં સમજાતું નથી,
કદીક અંબાય આભ ઉડીને, ને ક્યારેક ચલાતું નથી.
- નિશાંક મોદી

મેઘધનુષ પછી મેઘધનુષ ના રહ્યું જ્યારે રંગો એકબીજાને જોઈ રંગ બદલવા લાગ્યા....
- નિશાંક મોદી

आखरी पड़ाव तक रहेता है बचपना जिंदा सब में, बचपन से पली आदते कैसे कोई बदले!!!
- निशांक मोदी

શબ્દો તો મળે પણ વર્ણવી શકાય એવો કાગળ નથી,
ગમે તે ઊંચાઈએ પહોંચું તારાથી 'માઁ' આગળ નથી.
- નિશાંક મોદી

वो बोल के गया कि पागल हो तुम....बस सोच रहा हु की यहां कौन नहि है!
- निशांक मोदी

।आज ही बात हुई खुदा से।

वो मेरी किताब लिख रहा है और में उसकी
- निशांक मोदी

ચહેરા પર બનાવટી ચહેરો શું ચઢાવે છે,
મને તો ચહેરા પાછળનું મન વધુ ડરાવે છે.
- નિશાંક મોદી
#Happy_Halloween

खेलने की छोटी उम्र में वो 'बच्चा', बेच रहा था,
अच्छा हु इंसान नही 'खिलौना' ये सोच रहा था।
- निशांक मोदी

બહુ ઝાઝું તો નથી થયું ને રોજ પૂછી લઉં છું,
ચમકતી આંખોની કિનાર આમ લૂછી લઉં છું.
- નિશાંક મોદી

#PeopleStealCredit

આસોપાલવના તોરણનો એક છેડો હતાશ થઈ છટકી ગયો,
તેલ બળ્યું,દિવેટ સળગીને સાંભળ્યું કે જો દીવો પ્રગટી ગયો.
- નિશાંક મોદી

बड़ी कश्मकश से मिलती है वो ख्वाहिशें, एक कदम बढ़ जाती है,
बहोत कुछ कहना बाकी है अभी और जिंदगी कम पड़ जाती है।
- निशांक मोदी

#OneLiner
કિનાર કે પાળ થોડી રોકી શકે, લાગણી દેખાય નહિ અધૂરા મને છલકાય છે.
- નિશાંક મોદી

સમયે સુકવ્યા બહારથી એટલે ફક્ત ઉઝરડા લાગે છે,
અંદર ઉતરી જો જખ્મો હજી કેટલાય તાજા લાગે છે.
- નિશાંક મોદી

મોડી મોડી પણ અંતે ફૂલોમાંય સમજણ જાગી,
જયારે કાંટાની જગ્યાએ પાંદડીની કિનાર વાગી.
- નિશાંક મોદી

इतनी आसान भी ना हो जा ऐ जिंदगी,
की कोई तबियत पूछे और होठ न थरथराये...
- निशांक मोदी

छूकर एक अजीब सी कपकपाहट दे गई, कुछ भी कहो वो हवा तो नही थी....
- निशांक मोदी

નક્કી કોઈએ ગેરમાર્ગે દોરયો હશે એને, બાકી રસ્તો આમ ભૂલો પડે એમ નથી...
- નિશાંક મોદી

મથી રહ્યા માણસો ઉપરથી નીચે બોજ ઉતારવાને માટે, કોઈનું તન ભારે છે તો કોઈનું મન...
- નિશાંક મોદી

जिंदगी भी आतिशबाजी से कम न थी, कुछ पल रोशनी कर धुंआ दे गई।
- निशांक मोदी

लौट आई ख़ामोशीया फिर, शोर सारे मर गए,
आये थे वो पटाख़े कुछ जल गए कुछ घर गए।
- निशांक मोदी

हवा भी घुटन सी महसूस कर रही है, लोग जो साँसों से धुंआ छोडते है...
- निशांक मोदी

कमबख्त ठहरता कम और जल्दी गुजरता है,
छुट्टियों में वक़्त कुछ अलग रास्ता पकड़ता है।
- निशांक मोदी

सोच रहा शराबी शराब का नाम बदलना, दुआ बस यही कर रहा है कि नशा कम न हो...
- निशांक मोदी

सारे हथियार मिलकर कलम को डरा रहे थे,
मत पहोंचना अदालत ये फरमान सुना रहे थे,
इश्क़ की बेवफाई थी कत्लेआम तो जायज़ था,
खामखा मुरजाये फूलों को वो गवाह बना रहे थे।
- निशांक मोदी

फैसले अदालतों में जल्द आने लगे है... सुना है वकीलों ने कसम ली जो कुछ कहूंगा सच कहूँगा।
- निशांक मोदी

તું જ અમારી ઈશ્વર, તું જ અમારી પ્રાર્થના હતી,
જે કઈ આજે અમે માઁ તારી જ એ સાધના હતી,
જીવન તારું પ્રેરણારૂપને મૃત્યુ સહેજ સંઘર્ષમય,
'હીરા' તારી હાજરી જ અમારી આરાધના હતી.

બાલદિવસ #ફેસબુકપ્રોફાઇલફોટોશેપ
ફેલાયેલું ચારેખૂણે ક્યારેક, દિશા વગરનું ગોળ કરી નાખ્યું,
મોટાપણાએ બાળપણની ફૂદેડીને જિંદગીનું ચકડોળ કરી નાખ્યું
- નિશાંક મોદી

#NationalPressDay #गोर से पढ़िए
દેખાડતો સત્યનો અરીસો, કદીક એ સમાચાર બની,
આજે રદ્દી બની વેચાય સળગતું એ અખબાર બની.
- નિશાંક મોદી

નથી હોતી સંખ્યા એમની હજારોમાં, ગણાશે ત્રણ ચાર ખ્વાબને, એક બે યાદ ને કોઈ અધૂરી વીતેલી રાત હાથના વેઢે.... - નિશાંક મોદી

किस तरह समजाये की हम बवाल भी नही करते,
हम इश्क नही करते और वो सवाल भी नही करते।
- निशांक मोदी

उम्र बढ़ रही है अब तजुर्बा बढ़ रहा है,
चलो कुछ तो है, जो साथ चल रहा है।
- निशांक मोदी

Thank you so much everyone for your warm birthday wishes

रिश्ता एक था और दोस्त ज्यादा, पूरा दिन निकल गया और हम 'शुक्रिया' भी ना कह शके।
- निशांक मोदी

ડૂચો મારેલા કાગળની કરચલીઓ ઇસ્ત્રીની હુંફથી સરખી થાય એને પણ કદાચ a ray of hope કહેવાતું હશે....
- નિશાંક મોદી

#I_AM_FOODIE_TOO
ગોળ જેવી મીઠી, ભેળ જેવી ચટપટી, ખટાશ એમાં અથાણાં જેવી હોય છે,
બત્રીસ પકવાનના સ્વાદથી ભરેલી જિંદગીય ક્યારેક ઉખાણાં જેવી હોય છે.
- નિશાંક મોદી

ખોવાયો દોસ્તીનો પર્યાય, ખુદામાં મળે તો કહેજો,
બહુ શોધ્યો કૃષ્ણ ન મળ્યો, સુદામા મળે તો કહેજો.
- નિશાંક મોદી

Friday, October 26, 2018

Random 11


मायूस होकर निकला वो महफ़िल से,
वो मुशायरे में मुस्कुराहट ढूंढने आया था।
- निशांक मोदी

એમના વિરોધીઓ ઘણા હતા અને આજેય હશે પણ સત્ય અને અહિંસા બે હથિયાર સાચવી જાણે એ ખરો વીર...

સત્યને અહિંસામાં જો આત્મા ના હોત,
મોહન તો પછી કદીય મહાત્મા ના હોત.
- નિશાંક મોદી

#OneLiner

એટલું બધું જીવનમાં પ્રેક્ટિકલ ના થવાય કે જીવનની થીયરી જ બદલાઈ જાય...
- નિશાંક મોદી

કદીક ચક્રવ્યૂહમાંય રસ્તા ખુલા મળે,
ને કદીક પતંગિયાંય બાગમાં ભુલા પડે,
બને એમ કે સળગે ઘર આખે આખું,
ને કદીક ઘરમાંય સળગતા ચૂલા ઠરે.
- નિશાંક મોદી

#Advance_Warning_Luban_Cyclone
લુબાન તું નવરાત્રી બગાડમાં હા બગાડમાં,
વરસાદમાં છોકરાછોકરીઓનો જોજે મેકઅપ ઉતરી જાય ના...- નિશાંક મોદી

#Tinder- To forget your real date😍

પહેલા નજીક હોવા છતાં શરમાતા લોકો વચ્ચે આંખોથી આંખો મળતી ને વાત થતી હવે બધાની આંખો જ મોબાઈલમાં રહે છે....આજ કારણસર ટીન્ડરનો જન્મ થયો છે....- નિશાંક મોદી

સૂરજદાદા સાંભળીને કદી દુઃખી નથી થતા,
કે બાગમાં બધા ફૂલ સૂરજમુખી નથી થતા.
- નિશાંક મોદી

#OneLiner
નેચરલ ફિલ્ટર: રોલમાંથી ડેવલોપિંગ કરેલા ફોટાઓ પર ચઢતું ધૂળનું આવરણ....

અમે ગુજરાતી હજુય અમુક અંગ્રેજી (ઈંગ્લીશ નહિ) શબ્દોનું બહુવચન અમારી રીતે જ કરીએ છીએ...ફોટાઓ, બેંચો, ફ્રેંડો, બાઇકો, કારો અને આવી અઢળક આઇટમો....
- નિશાંક મોદી

🙏#Happy_Navaratri🙏#Safe_Navaratri🙏

રૂપના અંબાર પાછળ મન ખેંચાઈ ના જાય,
માઁ નો તહેવાર છે, જો જે ભુલાઈ ના જાય,
પ્રથા એવી કે ઉડે સૌ નવલા નોરતે આભમાં,
કોઈકનું પારેવું છે, જો જે પિંખાઈ ના જાય.
- નિશાંક મોદી

આટલા વર્ષનો અનુભવ:
સ્વિમિંગ હોય કે ગરબા, પગ ની રીધમ હોય તો જ રાઉન્ડ પાર... - નિશાંક મોદી

નાસ્તિકની વાચા ખુદાને રિઝવે એ જ બંદગી,
હાર્યા પછી પણ હસતાં શીખવે એ જ જિંદગી...
- નિશાંક મોદી

દુનિયા જીતવાની બસ એક ફાવટ ના કરી શક્યો,
કારણ એ જ હતું કે બસ બનાવટ ના કરી શક્યો.
- નિશાંક મોદી

બહારે બેડોળ કાયાને વરણે કાળી,
અંદર સુંવાળી ને લાગે રંગે રૂપાળી,
મૂંગી મુંઝાતી મગફળી માનવને કહે,
અંતરમન ખોલને પાડ જાત ઉઘાડી.
- નિશાંક મોદી

આજ ચળકતો ઝભ્ભોને નવરંગી ઓઢણી થમી જશે,
મને ખબર તારી દોસ્ત આવતા વર્ષે ફરી કૉક ગમી જશે.
- નિશાંક મોદી

દઝાડ નહિ આગ આમ, ખોટી જલન થાય છે,
મન શું હરખાય અહીં તો જ્ઞાનનુંય દહન થાય છે.

પાણીના પ્રતિબિંબમાં સામે જ મળી ગયો,
ભ્રમણા હતી એ તૂટી, કે રાવણ બળી ગયો.
- નિશાંક મોદી

નવા બાળકનો જન્મ એટલે...કુદરતને હજુય માનવમાં શ્રદ્ધા છે... - નિશાંક મોદી

નશો એવો એનો, કે આખી રાત જગાડી,
એક ચાયની ચૂસકીએ ખરી ઊંઘ બગાડી.
- નિશાંક મોદી

સામ્યતા બંન્નેની એવી કે છુપાતા નથી,
રંગો ભૂંસાતા અને આંસુ લૂછાતા નથી.
- નિશાંક મોદી

કરેલા પ્રસંગો બધા જ યાદગાર હતા,
લોકો ભૂલી જાય આપણે શું કરીએ,
સંબંધ સાચવ્યાતા સપનાઓની જેમ,
આંખો ખુલી જાય આપણે શું કરીએ.
- નિશાંક મોદી

तेरे शब्दों में अभी पहेले जैसा मज़ा नही, बता दर्द कम हो गया या कोई दवा मिल गई।
- निशांक मोदी

#લવિંગિયું
સાંપોલિયામાં જે મજા છે, એ કાંઈ રોકેટમાં થોડી છે,
ડર તો બાળપણમાંય નતો હાથથી ટિકડીઓ ફોડી છે.
- નિશાંક મોદી

#Honey
સલાહ આપનાર: મીઠું મધ સૌને ગમે છે પણ ડંખ મારનાર મધમાખી કોઈને નહીં. સારા બનો.

સચ્ચાઈ: મધમાખી સિવાય કોઈ બીજું મધ બનાવી શકતું નથી. એની સળી ના કરો ત્યાં સુધી એ કરડતી નથી. અને સૌથી મહત્વની વાત એ કામ કરે છે, સલાહ નથી આપતી. 😄

- નિશાંક મોદી

Thursday, September 27, 2018

Random 10

Random 10

#અંદરબહાર
દિલમાં ઉદ્દભવે જે કઈ એને જ બહાર કહું છું,
આંખો ઉઘાડે જે રાત એને જ સવાર કહું છું,
વરસાદ તો ભીંજવે ખાલી બહારથી તનને,
અંદરથી આંસુ ભીંજવે એને જ મલ્હાર કહું છું.
- નિશાંક મોદી

ઘડી બે ઘડીનો આનંદ હતો પૂરો થયો,
છલકાઈ છલકાઈને ઘડો અધુરો થયો.
- નિશાંક મોદી

#Human_Nature
#OneLiner

हम किसी में बुराइयां ढूढं तो शकते है पर किसीकी अच्छाइयां भुला नही शकते।
- निशांक मोदी

બસ એક જ કારણથી બાજી હારી હતી,
ગુલામ,બાદશાહ,એક્કો હતા રાણી નતી.
- નિશાંક મોદી

મન તૂટી વિખરાયું, વિચારોએ એકજુટ રાખ્યું છે,
કોઈ ઈર્ષા ના કરે એટલે જ એકાદ દુઃખ રાખ્યું છે.
- નિશાંક મોદી

સાથ મેળવીનેય ઈશ્વરનો ક્યાં કોઈ સુખી હતા,
પામીને સીતા ને ગુમાવીને રાધા બંન્ને દુઃખી હતા.
- નિશાંક મોદી

બગડશે માહોલ તો તું સારો કરી દઈશ,
તણખલાને તું અમારો સહારો કરી દઈશ,
વિઘ્નહર્તા તું જ પર વિશ્વાસ એવો અમને,
ડૂબશે જો નાવ ત્યાં તું કિનારો કરી દઈશ.
- નિશાંક મોદી

ભૂલ મારી હોય છે, ભૂલ તારી હોય છે,
માફી માંગતા શીખવે ભૂલ સારી હોય છે.
- નિશાંક મોદી

Have a happy & great future Anant!

We will miss you Tendulkar!

भुलाये जाते है लोग, बस कुछ चहेरे नही,
रुक जाते है समंदर, उछलती लहेरे नही।
- निशांक मोदी

કોણ કહે કે માત્ર પ્રતિબિંબ જ કાળું હોય,
હાસ્ય શ્વાસમાં, ભલે ચહેરે અંધારું હોય.
- નિશાંક મોદી

साथ छोड़ दे अपने ही कभी धूप कभी छाँव में
साथ चलते फिर भी अंतर देख इस दो पाँव में।
- निशांक मोदी

તારી નાસ્તિકતાનો પણ ઈશ્વરને ખ્યાલ છે,
અંતે તો તું એનું ઉપજાવેલું કોઈ વ્હાલ છે.
- નિશાંક મોદી

#Unexpected_Rain #કુદરતી_ચમકારો

જરૂરી ક્યાં ખાલી માણસ જ ઝગડે,
ખોટું લાગે તો જો કુદરત પણ બગડે.
- નિશાંક મોદી

#OneLiner
લાગણીઓને પોટલીમાં બાંધી, હરખના ફણગા ફૂટ્યા, કદાચ એમાં ભીનાશ પહેલેથી જ હશે... - નિશાંક મોદી

વરસાદ, વાદળ, લાગણી બધામાં જ ભીનાશ હોય છે,
કોઈને મળી આંખો રડે, વ્યક્તિ એ જ ખાસ હોય છે.
- નિશાંક મોદી

પામી પામીને હું અહીં કેટલું પામી શકું,
બરફને હથેળીમાં તું કે કેટલું થામી શકું,
મળતાવડો નથી કે બદલાવું મિલાપથી,
હુંફથી પીગળતો માણસ કેટલું જામી શકું...
- નિશાંક મોદી

Saturday, July 14, 2018

Random 9

चैन से सो ना शके वो रात भी ना आई,
ख़्वाब में महबूब की याद भी ना आई,
मंजूरी नही इस इश्क़ में खुदा की शायद,
थे हम करीब पर बरसात भी ना आई।
- निशांक मोदी

હું પૂછવા ગયો કોઈની ખબર ને બીમાર થઈ ગયો,
બીજાના દર્દથી ભરી તિજોરી ને ખુવાર થઈ ગયો,
ફેલાવવા માંગતો તો હું ઉજાસ રાગ દિપક ગાઈને,
લાવી આંખોમાં અશ્રુધારા રાગ મલ્હાર થઈ ગયો.
- નિશાંક મોદી

#WorldEmojiDay 😊☹️😀😭😱😠😐

શબ્દો મુખના પિંજરમાં કેદ થઈ રહી જાય છે,
ચહેરાના હાવભાવ જ્યારે બધું કહી જાય છે...
- નિશાંક મોદી

#ગુરુપૂર્ણિમા #ચંદ્રગ્રહણ

અંધકારમાં આધાર થઈને તારે છે,
મૂંઝવણમાં માર્ગ બદલાવી વાળે છે,
નજીક રહે ગુરુને દૂર છે ચાંદ તોય
લોકો કહે ગુરુ કરતા ગ્રહણ ભારે છે...
- નિશાંક મોદી

હતી જે ગેરસમજ દૂર થઈ કે બધે જ સાચા પડ્યા
શબ્દો પાકા વાવીને સંબંધોમાં આપડે કાચા પડ્યા.
- નિશાંક મોદી

અરે કુદરત!જિંદગી તું કઈ રીતે ગોઠવી જાય છે,
જોઈતું મળતું નથી, નથી જોઈતું મળી જાય છે.
- નિશાંક મોદી

नाकाम रही वो खूबसूरती, उसमें आशिक़ी नही थी,
मुस्कुराते रहे थे होठ, चहेरे पर ताज़गी नही थी,
निग़ाहों की वो हया दिल तो जीत ले गई पर क्या,
मन मुकर गया बस आँखों मे जो नमी नही थी।
- निशांक मोदी

તૂટતી બટકતી પેન્સિલોને તમે પેન બનાવી ગયા,
કોરા કાગળો હતા અમે તમે રંગીન બનાવી ગયા.
- નિશાંક મોદી

બેબસ મન બદલવા ચાલ ફરવા જઈએ,
જિંદગીના મોજામાં ચાલ તરવા જઈએ,
સાથ બધાનો છે ને તોય તું એકલો કેમ,
બહુ થયું દોસ્ત ખુદને ચાલ મળવા જઈએ.
- નિશાંક મોદી

મંઝિલ છોડ્યા બાદ જો હવે યાદો જ જરૂરી છે,
કેમ કે રસ્તા થયા પુરા ને જાણે યાત્રા અધૂરી છે.
- નિશાંક મોદી

Tuesday, March 27, 2018

Random 8

અવાજનો ઘમંડ તૂટ્યો ત્યારે,
એક ડૂમો ભરાઈ આયો જ્યારે...
-નિશાંક મોદી

સુવાક્યોનું એક ટોળું એના પર ભેગું થયું
ને અચાનક એ સસ્તું બ્લેકબોર્ડ મોંઘુ થયું
નિશાંક

रास्ते, मंज़िल, यहाँ तक की मुसाफ़िर बदल जाते है,
मस्जिद के पास से निकलते ही काफ़िर बदल जाते है
- निशांक

અલગ પ્રકારની સુંગધ ફેલાઈ અહીં, નક્કી મહેફિલમાં કોઈ નવું આયુ લાગે છે.
- નિશાંક મોદી

પ્રેમ ઘણો હતો વ્યક્ત કરતા વચ્ચે 'પણ' આવ્યું,
ગુનેગાર ગોતવા નીકળ્યો ને વચ્ચે દર્પણ આવ્યું.
- નિશાંક મોદી

#World_Theatre_Day #27March
રંગમંચ પર હું મારા દર્દની કહાણી કહી ગયો,
તાળી પાડી લોક કહે શું અદાકારી કરી ગયો.
- નિશાંક મોદી

Monday, March 19, 2018

Random 7

#World_Sparrow_Day #20_March #Save_Nature

ચકલી એટલે નળ, પક્ષી તો મેં જોયું જ નથી- આજનું બાળક

એની બનાવટમાં રોજ હું ફેરફાર કરી રહ્યો છું,
ખ્યાલ નહિ તોય કેમ હું અહંકાર કરી રહ્યો છું,
જાણે બદલો લઉં છું કુદરતની દરેક રચના પર,
ખુદના વિનાશનું શસ્ત્ર હું ધારદાર કરી રહ્યો છું.
- નિશાંક મોદી

#World Poetry Day 2017

દુનિયાના બે દેશો વચ્ચે શાંતિ હતી, તપાસ કરતા જાણવા મળ્યું કે, સરહદ પર સૈનિકોની જગ્યાએ શબ્દો ગોઠવાયેલા હતા...જ્યારે જ્યારે વેરઝેરની ભાવના ઉદ્દભવે ત્યારે શાયરી/કવિતા/ગઝલ નો મારો કરે અને અંત વાહ વાહ થી થાય અને કોઈનું કોઈ જ નુકશાન નહીં.

ના કોઈ દર્દ આપું છું ના કોઈ દવા આપું છું,
શબ્દોના શ્વાસ રૂંધાયા છે હું હવા આપું છું.

- નિશાંક મોદી

#વિશ્વ_કવિતા_દિવસ_૨૦૧૮
કદીક પ્રાસ બેસાડે છે, કદીક શ્વાસ બેસાડે છે,
કવિતા આજેય શબ્દોમાં વિશ્વાસ બેસાડે છે.
- નિશાંક મોદી

પુષ્પો સુકાયા,પર્ણો સુકાયા,બસ એક ડાળી ના સુકાઈ,
કારણ એટલું જ એના ક્યાં ખબર હતી શું છે જુદાઈ?
- નિશાંક મોદી

Sunday, March 4, 2018

Random 6

માઁ બહેન પત્ની દીકરી બધા રૂપ જરૂરી છે,
સચ્ચાઈએ જ કે સ્ત્રી વિના સૃષ્ટિ અધૂરી છે.
- નિશાંક મોદી

આમ સામે સાચું બોલી તું કેમ સમજાવે છે,
રેવા દે,કેટલાંકને બનાવટી ચહેરા જ ફાવે છે.
- નિશાંક મોદી

ગમે તેટલું હોય દર્દ, અસર ના થાય તો દવા બદલી નાખીએ છીએ,
અમે શ્વાસ બદલનારા માણસો હવા બદલી નાખીએ છીએ,
ઈચ્છા રાખીએ કે સાથ આપે જમાનો અમે સાચા હોઈએ તો,
નહીંતર એકલા હાથેય ઝઝૂમીને અમે કાંરવા બદલી નાખીએ છીએ.
- નિશાંક મોદી

हिस्सा तेरा बनके खुद से ही दूर में हो गया,
किस्सा तेरे शहर का था, मशहूर में हो गया
- निशांक मोदी

પેન કે પેન્સિલ ના લખી શકે શબ્દોની કવિતા,
કોરું કાગળ મળે ને છપાય જીવનની દુવિધા
-નિશાંક

આંખોમાં જેને તું દિવસને રાત પનાહ આપે છે,
એજ આંસું જો તને હસવાની સલાહ આપે છે.
-નિશાંક

પ્રેમ ઘણો હતો વ્યક્ત કરતા વચ્ચે 'પણ' આવ્યું,
ગુનેગાર ગોતવા નીકળ્યો ને વચ્ચે દર્પણ આવ્યું.
- નિશાંક મોદી

दोनों रहते आसमान में, उसमे एक आगे निकल गया,
शाम को बादल नही डूबते सुनकर सूरज पिघल गया
- निशांक

કાગળ ખૂટી જશે, લખાણ હજી બાકી છે,
આભ જોઈશે તારા વખાણ હજી બાકી છે
- નિશાંક મોદી

पिंजरे का पंछी हँसकर मुझे बोला,

आज़ाद परिंदा था, आसमान से में जुड़ा नहीं,
देख दरवाजा खुला था, फिर भी में उड़ा नहीं,
फ़िक्रथी तेरी कई फस ना जाये जग की कैदमें
मुँह फेर के तू चला गया, फिर भी में मुड़ा नहीं

- निशांक मोदी

આ બધાયનું દર્દ સરખું હોય...

૧. દિવાલ પરથી ઉખડતી પોપડીયો ને ઉધઈ ચડેલી ચોપડીઓ
૨. ઝાડ પર સુકાયેલું પર્ણ ને કદરૂપથી મુરજાયેલું દર્પણ
૩. સાપની નીકળતી કાંચળી ને ચિરાઈ ગયેલી વાંસળી
૪. પ્રેમમાં તૂટેલો માણસ ને તેલથી ખુટેલો ફાનસ
૫. સુકાઈ ગયેલી સરિતા (નદી) ને હૃદય સ્પર્શ કરેલી કવિતા
૬. જવાનીમાં યાદ આવતું બાળપણ ને રોગોથી ભરેલું ઘડપણ
૭. ઘરમાં થતો કંકાશ ને કોઈનો છૂટો પડતો શ્વાસ

- નિશાંક મોદી

Friday, March 2, 2018

One Liner

#Serious_Line
હસવું બધાને પસંદ છે, પોતાની મજાક કોઈને પસંદ નથી...
- નિશાંક મોદી

#Sundayસલાહ
પરિસ્થિતિ મુજબ ઢળવું પડે દોસ્ત, જીવન જીવવાનો કોઈ ચોક્કસ ફરમો નથી હોતો. - નિશાંક મોદી

માનવતા અને લાગણીઓની લે-વેચ પૈસાથી નથી, આવા શૅરનું બજાર કંઈક અલગ અને ભાવ તગડો હોય છે. -નિશાંક મોદી

#OkhiCyclone #ઓખીવાવાઝોડું
માનવમનમાં ઉદ્દભવતા ઝંઝાવાત કરતા તો નાનું જ હશે...નહિ?
- નિશાંક મોદી

#SingleShot
જિંદગીની ગણતરીઓ ખોટી પાડવા, હસ્તરેખાની સામે આંગળીના વેઢા હડતાળ પર હતા.
- નિશાંક મોદી

#જીવનમંત્ર
દેહમાં જીવ અને હૃદયમાં ધબકાર સૌથી મહત્વની વસ્તું, બાકી બધું મિથ્યા કે માન્યતા...
- નિશાંક મોદી

લખતા લખતા શબ્દો ભીંજાઈ ગયા, ખ્યાલ ન આવ્યો કે દર્દ કલમમાં હતો, હાથમાં કે હ્ર્દયમાં...
- નિશાંક મોદી

જબરું કહેવાય!!!
હોઠ ફાટી જવા અને હોઠ સિવાઈ જવા.
લાગે કેવું વિરોધાભાસી પણ બંન્નેના અર્થ કેટલાં જુદા છે...
- નિશાંક મોદી

Sunday, February 4, 2018

લવની ભવાઈ: ગુજરાતી મુવીનો અંગત અભિપ્રાય

લવની ભવાઈ: ગુજરાતી મુવીનો અંગત અભિપ્રાય

એક એવું પિક્ચર જે બૉલીવુડની વાર્તાઓને ટક્કર આપે. એક એવું સંગીત જે કાનમાં ગુંજયાં કરે. ગીતોના શબ્દો એવા કે જે ક્યાંક દૂર સુધી લઇ જાય. એવા ડાયલોગ્સ કે હસાવે, રડાવે, સમજાવે, મનાવે.

મલ્હાર ઠાકર, એની નેચરલ એક્ટિંગ જાણે લાગે કે પાત્ર એના માટે જ રચાયું હોય. હસાવે, રડાવે ને પાછું હસાવે.  આરોહી, જે ફિલ્મની વાર્તામાં મહત્વનું કિરદાર, બીજાના પ્રશ્નો સુલઝાવતા પણ પોતાના પ્રશ્નમાં ફસાતો માણસ પોતાને આ પાત્રમાં જોઈ શકે. પ્રતીક ગાંધી, બધી જ ફિલ્મો માફક એક ખૂબ સરસ અભિનય. આરતીબેન, અનુભવી નાટકનો અનુભવ ચોખ્ખો દેખાઇ આવે. આમેય નાટકમાં રિટેક જેવું ન હોય એટલે ફિલ્લ્મમાં એક્ટીંગ ખૂબ સારી લાગે, ખૂબ સરસ સપોર્ટિંગ પાત્ર પણ આંખોમાં માં પણું દેખાવી આવે જે જરૂરી પણ હતું. મૌલિક, ભાઈની હાજરી જ હસાવી દે, લાગે મિત્ર એક આવો મળે, ફરી જન્મવાનો લ્હાવો મળે. આ ઉપરાંત બાકીના બધા જ પડદા પાછળના મહાન કલાકારો જે ફિલ્મને સફળ બનાવશે.

ત્રિકોણમીતી હોય કે પ્રેમ કે પ્રેમમાં ત્રિકોણ ત્રણેય અઘરા ખરા પણ આખરે બધા ખૂણા બધા ક્યાંક તો ભેગા થાય જ.

સંદીપભાઈ અને તેમની પુરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

અંતિમ સ્પર્શ:
ફિલ્લ્મ મને લાગે કે, જશે છવાઈ,
જોઈ લો એકવાર 'લવની ભવાઈ'.
- નિશાંક મોદી

Random 5

#Color
કદીક જિંદગી રંગીન, કદીક બેરંગ છે,
કદીક લાગે ઓલસેટ, કદીક બેઢંગ છે,
આવતા જતા પાત્રો હસાયા રડાયા કરે,
જિંદગી જાણે જિંદગી નહિ રંગમંચ છે.
- નિશાંક મોદી

#હેપ્પીહોલી2018 #OneColor
રંગીન કરી જાય કોઈક જિંદગી રંગ નાખીને, આ એક જ હોળી જે સારી લાગે... -નિશાંક મોદી

गहरी हुई जो रात, वो चिराग़ जला बैठे,
नींद करके पराई, वो ख़्वाब जला बैठे।
- निशांक मोदी

ઈશ્વર તારી હયાતી પર મને શંકા જાય છે,
માણસ ડફણાં ખાયને માદળીયું પૂજાય છે.
- નિશાંક મોદી

पेड़ काटकर हम ये पटरियां बो रहे है,
उड़ तो रहे है पर हम साँस खो रहे है।
- निशांक मोदी

રોજ ઉગે ને રોજ આથમે છે,
પોતાનો પ્રભાવ ક્યાં છાપે છે
પ્રકાશ ક્યાં ક્યાં પહોંચ્યો એ
કદીય આ સૂરજ ક્યાં માપે છે.
- નિશાંક મોદી

सुकून से भरी वो एक नींद चुरा के लाया था,
बड़ी तकलीफ़ से वो ख़्वाब बेच के आया था।
- निशांक मोदी

ख़्वाब जितने थे वो हवा हो गए,
दर्द सारे मिलके जब दवा हो गए,
बचकानी हरकतें सिख लो तब,
जब लोग कहे आप जवाँ हो गए।
- निशांक मोदी

ગુમાવેલી વસ્તુઓ

1. કારણ વગરનું હાસ્ય, સ્ફૂર્તિ ભરેલું સ્વાસ્થ્ય
2. શિક્ષકનો ડર, જૂનું બદલેલું ઘર
3. હરીફાઈ વગરના મિત્રો, રંગ ઢોળાયેલા ચિત્રો
4. કીકીયારી કરતું પારણું, પછડાતું ઘરનું બારણું
5. પૂંઠા વગરની ચોપડીઓ, નવા વેપારની નોટોની થોકડીઓ
6. અમદાવાદની કોડી, કાગળની હોડી
7. ખભા પરનું દફતર, સતોલિયાના પથ્થર
8. પાનની ગોળી, રંગોવાળી હોળી
9. દશ પૈસાનું ચૂર્ણ, લેશન અપૂર્ણ
10. નિશાળનો પહેરવેશ, સાઈડ પાંથીવાળા કેશ
11. ગોમળ રમતી લખોટી, હાંકેલી બડાશો મોટી
12. અનાયાસે થયેલું ગાંડપણ, સંપૂર્ણ મારું બાળપણ
- નિશાંક મોદી

દુઃખની પળો વાગોળતાં સુખની પળ ચુકી જવાય,
બહુ વિચારીશ નહિ દોસ્ત આમાં જ દુઃખી થવાય.
- નિશાંક મોદી

हँसता खेलता एक बचपना तस्वीर हो गया,
बिन कमाई बचपन देख कैसे अमीर हो गया।
- निशांक मोदी

શબ્દોની ધારને તું આમ તેજ ના કર,
સંબંધની ચાદરમાં તું આમ છેદ ના કર,
નથી પોતાનાપણું પહેલા જેવું તો શું આ
લેતા છોડતાં શ્વાસોમાં તું આમ ભેદ ના કર...
- નિશાંક મોદી

Random 4

#OkhiCyclone #ઓખીવાવાઝોડું
માનવમનમાં ઉદ્દભવતા ઝંઝાવાત કરતા તો નાનું જ હશે...નહિ?
- નિશાંક મોદી

#SingleSkyMultiLands
Do you know why the sky is above us?

Humans can make borders on lands. They can mark borders in the oceans. But the sky has its own world, you can't divide into   different countries and it is single in the universe and that's why it is on the top of everything.
- Nishank Modi

फक्र तुम्हें ये की तबियत तुम्हारी अच्छी है,
जीते नही तुम, हमने बाजी हारी अच्छी है,
मानते है कि नफ़रत हमारी कुछ ज्यादा पर,
तुम्ही बताओ मोहब्बत की बीमारी अच्छी है?
- निशांक मोदी

तकलीफ इस दिल की यही वो धड़कता है,
मिले कोई तो धड़के वरना ये तड़पता है।
- निशांक मोदी

#26November2008
#MumbaiTerrorAttack #Heroes

वतन के ख़ातिर ये लोग शहीद हो गए,
दहशत को मिटाने वो खुद ज़िद हो गए।
- निशांक मोदी

જબરું કહેવાય!!!
હોઠ ફાટી જવા અને હોઠ સિવાઈ જવા.
લાગે કેવું વિરોધાભાસી પણ બંન્નેના અર્થ કેટલાં જુદા છે...
- નિશાંક મોદી

Random 3

માનવતા અને લાગણીઓની લે-વેચ પૈસાથી નથી, આવા શૅરનું બજાર કંઈક અલગ અને ભાવ તગડો હોય છે. -નિશાંક મોદી

હાથની એકાદ રેખા ઘસી નાખી,
તકદીરે આમ કવિતા લખી નાખી.
- નિશાંક મોદી

અંદરથી ભીંજવી નાખે આ એકાદ ઝાકળ,
પ્રેરણાભરી દે જો મળે વખાણભર્યું કાગળ,
- નિશાંક મોદી

#FairJudgement
જીતાડયું પણ સિકંદર ના બનવા દીધું, દોસ્ત આ પ્રજા ગુજરાતી છે. - નિશાંક મોદી

#SingleShot
જિંદગીની ગણતરીઓ ખોટી પાડવા, હસ્તરેખાની સામે આંગળીના વેઢા હડતાળ પર હતા.
- નિશાંક મોદી

શબ્દો વચ્ચેની ખાલી જગા દર્દથી ભરી દઉં છું,
જો દોસ્ત હૈયું આમ જ તો ખાલી કરી દઉં છું.
- નિશાંક મોદી

#સીધીવાત #ChooseCandidateNotParty #GoforVote #UseCommonSense
આપના મતવિસ્તારમાં થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હોય તો શાસનપક્ષ અને ન આવ્યું હોય તો વિપક્ષ....

શ્રીકૃષ્ણની ટચલી આંગળીમાં પણ તાકાત હતી અને આપડી પહેલી આંગળીમાં....
- નિશાંક મોદી

પ્રેમ અગનમાં નથી રહી કોઈ કશીશ હવે,
રહેવા દે બે પથ્થરોને આમ ના ઘસીશ હવે.
- નિશાંક મોદી

મેઘધનુષમાં ચળકાટને સિતારાઓમાં રંગ નથી,
ક્ષિતિજ છે, પણ આભને ધરતીનો સંગ નથી,
ભરોસો કે તું આપે માપી માપીને ઓ કુદરત,
ફૂલોમાં ભર્યો જીવ પણ એમાં કોઈ અંગ નથી.
- નિશાંક મોદી

લાગણીઓમાં વહેને આંસુઓમાં તરે છે,
જો આંખો દર્દના હપ્તા હજીય ભરે છે.
- નિશાંક મોદી