સ્વાર્થની ભાવના વગર આપણી પાછળ સમય આપે છે,
વાત્સલ્ય પર લખવા આપણને જે સારો વિષય આપે છે,
આભાર એ વ્યક્તિનો જેને આપી પ્રેમને હુંફની છાયા,
એજ છે ઈશ્વરને અલ્લાહ, જે પિતા નામે પરિચય આપે છે
---------------------------------------------------------
જરાક મળી સફળતાને ત્યાં તો આ મન છકી ગયું,
વર્ષોથી સંઘર્યાતા જે રાઝો, પળવારમાં બકી ગયું.
---------------------------------------------------------
છુટા પડી મળવાનું એ તો માત્ર સંજોગ હતો,
આપણને તો પ્રેમ કરવાનો નાનો એક રોગ હતો.
---------------------------------------------------------
થોડીક પડે આપદા ને થાકી જાય,
કહે આ માણસ, બહુ તકલીફો વેઠી છે,
મહેનત કરે ઓછી ને કહે પછી ,
બોસ અમારે તો મોટી પનોતી બેઠી છે.
--------------------------------------------------------
ના પૂછો કઈ પણ કાલ વિષે,આવતીકાલની ક્યાં મને ખબર છે,
પ્રયત્ન કરું છું હું સમય રોકવાનો, હજી આજે ઘણી મુંઝવણ છે.
--------------------------------------------------------
છુલે ચાંદ સિતારો કો ઐસે હમારે અરમાન થે,
ખુદા ભી ચાહે જિસે વૈસે હમ તો ઇન્સાન થે,
વક્તને બનાયા હંમે ઇન્સાન સે ખિલૌના,
વરનાં હમ ભી કભી સુની મહેફિલ કી જાન થે.
--------------------------------------------------------
એમની ખાતર મેં મારી ઇચ્છાઓને મારી છે,
આખરે એમણે કહ્યું બોસ આમાં ભૂલ તારી છે.
--------------------------------------------------------
સમય રડાવે, સમય હસાવે, સમય જ સમજાવે છે,
અભિમાનથી છલકાતા માથાને સમય જ ઝુકાવે છે.
--------------------------------------------------------
ખુશીનો એક પ્રસંગ યાદ આવ્યો ને આંસુ સરી પડ્યા,
હતી મોસમ વસંતની ને ત્યાં લીલા પાન ખરી પડ્યા.
--------------------------------------------------------
બિનદિશામાં વહેલા પવનો પાછા ફરતા નથી,
તૂટી ગયેલા સિતારાઓ પણ ફરી બનતા નથી ,
ભલે ઉછળતા પેલા દરીયાના મોજા આનંદથી,
પણ દરેક મોજાને ગમતાં કિનારા મળતા નથી
--------------------------------------------------------
ગોઠવાય શબ્દો આપમેળે ને કવિતા બની જાય છે,
વહે એકાદ ટીપું ને ત્યાં તો સરિતા બની જાય છે.
--------------------------------------------------------
ધરતી ગગનનું નવું પ્રેમ પ્રકરણ રચાયું છે,
વાદળોનું મન હર્ષના આંસુથી છલકાયું છે,
ઉકળાટ ને ગરમીની મૌસમને ભૂલી જવા,
ચાલો પલળવા હવે વરસાદનું તેડું આયુ છે.
--------------------------------------------------------
સમયથી તૂટેલા હર એક સંબંધનો સંગ થઇ ગયો,
વર્ષોથી બંધાયેલા નિયમનો જાણે ભંગ થઇ ગયો.,
કોઈક ની હતી ગેરહાજરી પેલી રંગીલી મહેફિલમાં,
પણ લાગ્યું કે મેઘધનુષમાં જાણે કોઈ રંગ રહી ગયો.
--------------------------------------------------------
તરે ને ડૂબે દરિયામાં કેટલાય મરજીવાઓ મોતીની તલાશમાં,
ફરક માત્ર દ્રષ્ટિ નો જે ન જુએ પેલી ઝાકળની બુંદોને ઘાસમાં.
--------------------------------------------------------
નથી આ સંજોગ બીજાના આગળ નીકળી જવાનો,
આતો છે એક અફસોસ મારા પાછળ રહી જવાનો.
--------------------------------------------------------
વિપરીત હોય સંજોગોને મનમાં સવાલ ઉઠે છે,
કિસ્મત ન હોય સાથે ને જાણે ખુદા પણ રૂઠે છે
--------------------------------------------------------
मंजिल ना मिले मनचाही तो ये रास्ते को दोष देते है |
जीते तो ठीक वर्ना ये इंसान तक़दीर को कोष देते है ||
--------------------------------------------------------
हर मुसीबत के सामने हम सीना दिखाते चले गए !
शुक्र उन गमो का जो हमें जीना शिखाते चले गए !!
- નિશાંક મોદી