કોઈક મળે અજાણતા જે કદી ધબકાર બની આયુ તું,
જહાજ જેવી જિંદગીમાં મોજું પડકાર બની આયુ તું,
માનતો જેને મારી મિલ્કત, મારો હક, મારો વસવસો,
સ્વાભિમાન નામનું શસ્ત્ર અહીં અહંકાર બની આયુ તું.
- નિશાંક મોદી
આ ઉદાહરણ ઉતારી મનમાં, હંમેશા આંખ પૉછી છે,
ચંપલના તળિયાની તકલીફ વધુને ફરિયાદ ઓછી છે.
- નિશાંક મોદી
સંબંધ સચવાઇ જાયતો મન હરખાઈ જાય. તાળાં ચાવીનો સ્વભાવ જુદો પણ સાથ વગર બંન્નેની કિંમત નહિ. - નિશાંક મોદી
બુઠી તો બુઠી હાથમાં તલવાર તો છે,
ફૂલોને ડર શાનો, કાંટાની કિનાર તો છે.
- નિશાંક મોદી
અંદર જેવો દેખાવું, એવો જ બહાર છું,
સંતાડેલ લોકર નહિ ઘરનું ખુલ્લું દ્વાર છું,
મ્યાનમાં રાખીશ કે મુઠ્ઠીમાં તો સારું રહેશે,
છંછેડીશ નહિ આખરે બેધારી તલવાર છું.
- નિશાંક મોદી
બનાવટી ફૂલોમાં રંગ ભરી શકાય, સુગંધ પણ ભરી શકાય પરંતુ લાગણી તો ના જ ભરી શકાય...સંબંધોનું પણ કંઈક એવું જ છે... -નિશાંક મોદી
#HAPPYNEWYEAR
#WELCOME2018
#THANKYOU2017
કશું પણ કાયમી નથી એ આજ અહીં સમજાઈ ગયું,
એક તારીખ,એક મહિનો,એક વર્ષ બધું બદલાઈ ગયું.
- નિશાંક મોદી
#ચૂંટણીપછીનુંડહાપણ
કોઈકને છુટા કર્યાને કોઈકને ભેળવી નાખ્યા,
ચૂંટણીએ તો જો કેવા સંબંધો ફેરવી નાખ્યા.
- નિશાંક મોદી
સરસ, વાંચ્યા પછી તરત સુજ્યું,
કયાંક મફત, ક્યાંક સસ્તીને ક્યાંક કિંમત તગડી છે,
જિંદગી બીજું કશું નહીં બસ ગરમ નરમ ખીચડી છે.
- નિશાંક મોદી
#Sundayસલાહ
પરિસ્થિતિ મુજબ ઢળવું પડે દોસ્ત, જીવન જીવવાનો કોઈ ચોક્કસ ફરમો નથી હોતો. - નિશાંક મોદી
ખિસ્સામાં હાથ,નજર ત્રાંસી હોઠે શબ્દો ગુંજે છે,
ચહેરા પર સ્મિત ને તોય લોકો તબિયત પૂછે છે.
- નિશાંક મોદી
No comments:
Post a Comment