Thursday, December 31, 2020

Random 19

હથેળીની રેખાઓમાં ગોઠવાયા, સેનીટાઇઝરના રેલા,
ઘટી કિંમત આપડી, કહે માળિયે મુકેલા મહેંદીના થેલા.
- નિશાંક મોદી

ખાલી શીશીની કિંમત શું વળી, સહેજ અત્તર છલકાય ને મૂલ્ય બદલાય છે... - નિશાંક મોદી

એકવાર રૂઠે ને રોકાય તો પછી એને કોણ મનાવે?
હૃદય તો કહ્યામાં છે આ ધબકારને કોણ સમજાવે?
- નિશાંક મોદી

जिस पे गिरती है बिजलिया, वो परिवार रातभर रोते है,
जबान कटी किसी और की हम तो सिर्फ निःशब्द होते है।
- निशांक मोदी

લાગણીઓના ઘોડાપુર રોકવાનો પ્રયત્ન ના કર, સમંદરની ભરતીને આંસુની ધાર ભાગ્યે જ રોકાય છે...
- નિશાંક મોદી

જિંદગી એટલે પ્રસંગોની ધૂમધામ... બીજું શું?
જિંદગી એટલે માણવાની ચારધામ...બીજું શું?
સવારે ઉઠી,બપોરે જમી,સાંજે શમી,રાતે પોઢી,
જિંદગી એટલે દિવસની દોડધામ...બીજું શું?
- નિશાંક મોદી

#હળવું_હાસ્ય 🤣

જે રીતે આ વર્ષે તહેવારો ઉજવી રહ્યા છીએ, એ રીતે દિવાળીમાં ખાલી નવા શોર્ટ્સ જ લેવામાં આવે એમ છે. આમેય ઘરે કોઈ મહેમાન આવવાનું નથી કે આપણેય ક્યાંય જવાના નથી....

- નિશાંક મોદી

#Late_Night_Thought #Never_Change_For_Others

ઘણીવાર અમુક લોકો તમારો તિરસ્કાર કરે છે કારણ કે ઘણા બધા લોકોએ તમારો સ્વીકાર કરેલો છે.

- નિશાંક મોદી

જોઈ ગરબાનું કુંડાળું, મન ઘડીક તો મૂંઝાણું

ઓછી ભીડથી ગરબાનું કુંડાળું નાનું થશે કે સોશિયલ ડિસ્ટન્સથી એ મોટું થશે?

સેનિટાઈઝ થયેલા હાથમાં દાંડિયાની પકડ તો સારી રહેશે ને?

પરસેવો લુછવા દુપટ્ટા કે ઓઢણીની જગ્યાએ માસ્ક વાપરી શકાય?

ના હવે લોકો કોરોનાથી ગભરાય છે,
કે ના પછી ગરબા રમતા હંફાય છે,
મોં પર માસ્ક ખરું પણ મૌન નહિ,
અહીં આંખોથી બધી વાત થાય છે.

આપણે મૂર્તિને ના સ્પર્શીએ પણ પ્રાર્થના એ જ કે માં જગદંબે આપણા મનને સ્પર્શે....શુભ નવરાત્રી

ઘાવ પુરીને ભૂંસી દીધા ચિહ્નો દેહથી,
મનના ઉઝરડાના મલમ નથી હોતા.
- નિશાંક મોદી

જિંદગીની સફરનું અંતર શું? એક બાળોતિયાથી બે અગરબત્તી સુધીનું...
- નિશાંક મોદી

નથી કંઈ તારા હાથમાં, નથી કંઈ મારા હાથમાં,
જીવનનો સાર એટલો કે બંધાય એક મુઠ્ઠી રાખમાં
- નિશાંક મોદી

શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી ભેદ રેખા

કાળો ધાગો આપણું રક્ષણ કરશે એ આપણી શ્રદ્ધા છે પણ ધાગો નહિ પહેરીએ તો આપણે અસુરક્ષિત છીએ એ આપણો વહેમ.

- નિશાંક મોદી

बसी है जो चंद साँसे इस जिस्म में लहरो की तरह बहने दो,
हवा कहो तो हवा रहने दो, दुआ जो कहो तो दुआ रहने दो।
- निशांक मोदी

બેઋતુ

ઠંડીમાં ભીંજાયેલું ધ્રુજતું કૂતરું, છત્રી નીચે લપાઈ ગયું,
જોઈ આ દ્રશ્ય, મૌસમનું મિજાજ પછી બદલાઈ ગયું.
✍️નિશાંક મોદી

કાંટાવાળી, આંકડાવાળી, લાઈટને રેડિયમવાળી, બધું મિશ્રિતને પછી હવે સ્માર્ટ...ઘડિયાળ ખુદ કહે કે જાણે સમય સાથે હું ઘણું બદલી નાખીશ...
✍️નિશાંક મોદી

#ITPeopleOnly

Even if we follow process, there is a chance of failure. If we do not follow process, there is a rare chance of success with luck. Unfortunately, software applications follow murphy's law not a luck...
- Nishank Modi

વર્ષના અંતમાં ઈચ્છા રાખીએ કે, સાન્તા ક્લોઝ સ્લે ગાડીમાં બેસીને આવે પણ લાલ પોટલી ખાલી હોય અને દુનિયાને જે વસ્તુએ હચમચાવી છે એને એમાં ભરીને પાછો જાય...🎅સુખ આપવું કે દુઃખ દૂર કરવું, બન્ને એક જ નહીં?
- નિશાંક મોદી

ना होना यू मायूस, ये वक़्त भी चंद लम्हों में मुकर जाएगा,
एक दिन की ही तो बात है कल ये साल भी गुजर जाएगा।
✍️निशांक मोदी

એકાદ દરિયાઈ મોજું થપાટ મારી તમને બહાર ફેંકી દે તો એનો મતલબ એ નથી કે દરિયાને તમારો અસ્વીકાર છે એમ પણ બને ને કે દરિયો તમને ડૂબાડવા નથી માંગતો...
- નિશાંક મોદી

WELCOME 2021

खुले दिल से तेरा स्वागत करता हु, ना फिर मेरी आजमाइश करना,
में भी ईमानदार रहूंगा इस नए साल, तू भी ना कोई साजिश करना।
- निशांक मोदी

Random 18

તારે શેની સંતુષ્ટિ, તારે ક્યાં કોઈ છીપી તરસ,
અરે વરસાદ! તું તો સમજ, ને મન મૂકી વરસ...
- નિશાંક મોદી

आईने को पर्दे मे, तुम बेशक़ छुपा पाओगे,
टूटा जो फिर वो, आवाज़ कैसे दबा पाओगे,
सुना नही की आज तक कोई राज़ राज़ रहा,
दुश्मनो से ठीक दोस्तो से कैसे बचा पाओगे।
- निशांक मोदी

બે જ કારણથી આપણે લોકોને ગમતા નથી,
'હોઠ' ખોટું બોલતા નથી, ને પાછા ચૂપ રહેતા નથી.
- નિશાંક મોદી

કોરોના સાઈડ ઇફેક્ટ

ભાઈબંધો હવે ગળે મળતા નથી, પણ હજુય ગળે પડે તો છે જ😜
- નિશાંક મોદી

#WFH #JustForFun

લેપટોપની નીચે ખોળામાં પડેલું ઓશીકું ફરિયાદ કરતું તું કે,
હમણાંથી કામમાં ગરમાવો રહેતો લાગે છે... - નિશાંક મોદી


મનની બહાર શું ચાલે, સૌ કોઈ જાણે, મનની અંદર કોઈ નથી જાણતું,
આપણે માનીએ બીજાનું, બીજા માને આપણું, મન કોઈનું નથી માનતું.
- નિશાંક મોદી

#ChallengeAccepted

સ્વચ્છ વાતાવરણમાંય મેઘધનુષની હાલત કઢંગી રે,
રંગીનીયત છોડી કાળા ધોળાથી બન્યો બે...રંગી રે...
- નિશાંક મોદી

માઇક્રોફિક્શન વાર્તા: સફળતા કે નિષ્ફળતા

માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર એક વ્યક્તિને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે, "તમે તમારી સફળતાને કેમ આંકો છો?" જવાબ મળ્યો કે, "8848 મીટરના કપરાં ચઢાણ બાદ એટલું યાદ છે કે, મારી સફળતા પાછળ તાળી પાડવાવાળા ઘણા લોકો મળી જશે પણ હાલ મારા પગલાં જોવા માટે કોઈ નથી"

- નિશાંક મોદી


निकाल सारे अल्फ़ाज़, जो तेरी शायरी में कमजोरी दे,
निखार उसे उर्दू के लफ़्जो से, तू रंग उसे राहत इन्दोरी दे।
- निशांक मोदी


એક રંગી રૂપ જે કોઈ હૃદયને ધબકાવે, 
સપ્તરંગી મેઘધનુષ જે મનને બહેલાવે,
કંઈક જુદી જ માટીનું ઘડતર આ દેહનું,
જે ત્રિરંગી ઝંડો જોઈને રુંવાડા ફફડાવે...
- નિશાંક મોદી

देखा थोड़ा अफड़ातफडी का माहौल अभी अभी, 
चलो सही है, बारिश का भी मुड़ बदलता है कभी कभी।
- निशांक मोदी

पानी की बूंदों का क्या वजूद, 
झोंके या पंखुड़ी पे सवार होते है,
अंत होता नही कभी कहानी का, 
खत्म तो सिर्फ किरदार होते है।
- निशांक मोदी

मन के ना चाहने पर भी रास्ता बदल लिया, 
कुछ फैसले दिल से भी होते है...
- निशांक मोदी

गुरुर लेकर चलनेवाले कभी तो झुकते है,
सितारे भी टूटते है और सूरज भी डूबते है,
परिंदे उड़ जाते है पंखों का हौसला रखकर,
ना डाली,पेड़,मौसम, ना आसमान देखते है।
- निशांक मोदी

Saturday, July 4, 2020

Random 17

Random 17

ખબર પડી કે, કૃષ્ણનું નામ રાધાને છોડી કુરુક્ષેત્રમાં જોડાઈ ગયું,
મોરપીંછ મુગટથી ઉતરી મોરલીના કાણાંમાં કાયમિક પુરાઈ ગયું.
- નિશાંક મોદી

દરિયો મોજાનો ડર બતાવી રોફ જમાવતો ગયો,
પરપોટો બગડ્યો ને અંતે દરિયાને હંફાવતો ગયો.
- નિશાંક મોદી

#OneLiner
માનતો ન હતો જાદુ-ટોના દોરા-ધાગામાં, લાગે હવે માનવું પડશે, ખ્યાલ નહિ કઈ ફૂંક જાદુઈ નીકળે... - નિશાંક મોદી

એક સલામ એમને નામ🤔

ખ્યાલ નહિ લોકો છીંક ખાતા પહેલા ખિસ્સામાંથી રૂમાલ કાઢી નાક સુધી કેવી રીતે પહોંચાડી દે છે, આપડે તો બીજી છીંકમાં વારો આવે છે... - નિશાંક મોદી

#Sanitizer

છૂટી 'સ્પર્શ:'વાની આદત હવે, ખુલ્લાંમાય ક્યાં મોકળાશ છે!,
ઉદાસીનતાથી બંધાયેલું મન છે, ને પાછી હથેળીમાં ભીનાશ છે.
- નિશાંક મોદી

માંડ શીખ્યા મુશ્કેલી સામે લડતા, તે પ્રલય બદલી નાખ્યો,
કાળ તું એવો કેવો ફર્યો, લોકોનો તે સમય બદલી નાખ્યો,
પૂર્વધારણા બાંધી, કશુંક સાધ્ય કરવા, પક્ષ લીધો ઈશ્વરનો,
તે દરવાજો બંધ કરી આખો મંદિરનો પ્રમેય બદલી નાખ્યો.
- નિશાંક મોદી

#હા_લ્યા_આવું_છે_વર્ષોથી

સત્સંગી: આત્મસંદેહ અને આત્મવિશ્વાસ બંન્ને સાથે જોવા મળે એવું કોઈ એકાદ ઉદાહરણ આપશો?

કૉમ્પ્યુટર ઓપરેટર: ફાઇલ્સ કે લાઇન્સ કોપી કરતી વખતે બે ત્રણ વાર Ctrl + C કરું છું અને પેસ્ટ કરતી વખતે એક જ વાર Ctrl + V કરું છું.

- નિશાંક મોદી


સાંભળ્યું છે કે...કોઈ હાથીમાં હાથી મરી ગયો છે...ના હવે આ તો કોઈ માણસમાં માણસ મરી ગયો તો... - નિશાંક મોદી

#લાગણીનો_વરસાદ
મન ભીંજાયને પલડાય નહિ એ સારું જ છે,
પગ લપસે પણ પડાય નહિ એ સારું જ છે.
- નિશાંક મોદી

होगी तुझ में मुझ में कुछ कमियां, शायद इसलिये हम ज़मी पर है... 
- निशांक मोदी

#Welcome_Monsoon

ગરજુ, ડરાવું, હંફાવું, તારી હું આસપાસ છું,
તને ભીંજવા વરસવું પડે આખરે વરસાદ છું.
- નિશાંક મોદી

ना कुछ खोना बाकी है, ना कुछ पाना बाकी है,
शुक्र है उसका👆, जिंदा है हम, सिर्फ इतना काफी है।
- निशांक मोदी

#ગ્રહણ
હે માનવ! તને હેરાન કરી જો હું ખુદને ક્યાં બાકી રાખું છું,
તારું મુખ માસ્કથી અડધું ઢાંકયું સામે જો હું પૂરું ઢાંકું છું.
- નિશાંક મોદી

#ગુરુપૂર્ણિમા

આપણો ગુરુ: આપણું અંતરમન

#ગુરુજ્ઞાન
માણસે નમવું જોઈએ...
ગમે ત્યાં...
ગમ્મે ત્યાં નહિ...
- નિશાંક મોદી

Thursday, May 21, 2020

Random 16

ના થાય સહન ખોટું તો સંગત બદલી નાખ,
સાચા ન હોય આપણા તો અંગત બદલી નાખ.
- નિશાંક મોદી

#હોળીધુળેટી 
#OneLiner

લાવ તારી હથેળી રંગી ઉજવું આ તહેવાર, દરેક ગાલને સ્પર્શવાનો મને હક નથી... - નિશાંક મોદી

#OneLiner
डर के हालात में जी रहे है लोग यहाँ, कहि जीने से पहले ही मर ना जाए। - निशांक मोदी

#OneLiner

बड़े बेफिक्र होकर उड़ रहे है परिंदे अब, हा आसमाँ भी तो उन्हीं का था। - निशांक मोदी

#Curfew

દશા બેઠી એવી કે, ખુદ પોતાની જોડે જ મતભેદ થયા છે,
વિશ્વ જીતવા નીકળનાર, ખુદ ઘરમાં જ નજરકેદ થયા છે.
- નિશાંક મોદી

#Unfortunate
આજનો માણસ ધર્મમાં માને છે, ભક્તિ જાણે છે બસ આ શ્રદ્ધામાં પાછો પડે છે. - નિશાંક મોદી

જરૂરી નથી લોખંડમાં હંમેશા ચળકાટ હોવો જોઈએ,
ખોટા ચુંબકથી બચવા જરાક તો કાટ હોવો જોઈએ.
- નિશાંક મોદી

#HumanZoo
કર્મનો એકાદ જૂનો સિદ્ધાંત લાગુ પડાયો છે,
પશુપંખી આઝાદને માણસ પાંજરે પુરાયો છે.
- નિશાંક મોદી

नजाने आज सारा जमाना ज्ञान देने में समर्थ हो गया,
इतने ज्ञानी थे तो फिर कैसे Earth का अनर्थ हो गया।
- निशांक मोदी

#Freedom
घर पे बैठा वो, तब ही उसके जीवन मे ये मोड़ आया,
एक शख्स मछलीघर को अभी समंदर में छोड़ आया।
- निशांक मोदी

#StayHome
ना शहर बिखरा है, ना कोई लोग यहां पर फँसे है,
हालात ये है कि बस्ती उजड़ी नही बस घर बसे है।
- निशांक मोदी

काम से आज फुर्सत मिली, ये माहौल लगातार रहने दो,
जज्बातों हावी ना हो, तुम इतवार को इतवार रहने दो।
- निशांक मोदी.

વર્તમાન ઝાંખું, ભવિષ્ય ધૂંધળું, ભૂતકાળની ભૂલ બતાવે છે,
સમય પાછો વહી આ રીતે આપણને એપ્રિલ ફૂલ બનાવે છે.
- નિશાંક મોદી

तन से हो बेकार, मन का ये रोग कैसे बदलोगे,
तुम शहर तो बदल दोंगे, ये लोग कैसे बदलोगे।
- निशांक मोदी

आप ही बताए कैसे सहमत हो, हम एक दूसरे से मोहब्बत की राय में,
फर्क आप भी तो रखती है, झागवाली कॉफी और परतवाली चाय में।
- निशांक मोदी

ઈશ્વર પણ ખરો છે નહીં... કળયુગમાં પણમાં સતયુગ કે દ્વાપરયુગની જેમ જ જીવે છે. કૃષ્ણ જન્મોત્સવથી ધામધૂમ ઉજવાય છે ને રામનવમી શોરબકોર વગર નીકળી જાય છે.

- નિશાંક મોદી

#OneLiner
છે આ બધી સમજણ બસ કેદ સુધી જ, આઝાદ પંખીઓ માણસાઈ ફરી ભૂલી જશે.... - નિશાંક મોદી

અંધકાર છવાયો અંદર તોય તું બહાર નીકળ માણસ બની,
આગ હોય ભલે તારામાં તોય તું બીજાને મળ ફાનસ બની.
- નિશાંક મોદી

हक है तुजे... मुजे गलत ठहराने का, 
बस शर्त यही है की तू भी सही हो... 
- निशांक मोदी

આંખોના પોપચાં પણ ખરા સમયે જવાબદારી નિભાવી નાખે છે,
પાળ બની આંખોની ઝાકળ કે આંખોના દરિયા રોકાવી રાખે છે.
- નિશાંક મોદી

कभी जिंदगी की दास्तान नयी कभी पुरानी होती है,
कभी कहानी सच्ची, कभी सच की कहानी होती है।
- निशांक मोदी

કડવું સત્ય:

મોબાઈલ એટલે વેન્ટિલેટર, ચાર્જર એટલે નળી, સિમ કાર્ડ એટલે ઓકિસજન, નોટિફિકેશન/મેસેજીસ એટલે શ્વાસની આવનજાવન...માણસને વેન્ટીલેટરથી દૂર કરો ને ગુજરી જાય. વાત પણ સમજવામાં કંઈક એવી જ છે, પણ અફસોસ વેન્ટિલેટર ઉતારી શકાતું નથી.

- નિશાંક મોદી

#Delhi_Liquor_Shops

देख जिंदगी को मिटाने, कैसे जान बेकरार होती है,
स्वर्ग की सीढ़ी होती होगी नर्क की तो कतार होती है।
- निशांक मोदी

સમજ કે અણસમજ

એક ડાળી પર બેઠેલા માણસે સાથ આપનાર ને મધુર કલરવ કરનાર પંખીને પાડવા, ડાળી કાપી.... બસ પછી પંખી ઉડી ગયું....

- નિશાંક મોદી

#Rain #Corona...સમજાય એને વંદન🙏

ધોધ બની નથી વહેતુ, પાણી 'સેફ ડિસ્ટનસિંગ'નો મંતર રાખે છે
હવે તો શીખ આ પરિસ્થિતિમાં, વરસાદના ટીપાંય અંતર રાખે છે. 
- નિશાંક મોદી

#World_Theatre_Day #ThankYouDoctor #GoCorona

લોકો: કયા થિયેટરમાં છો?
ડૉક્ટર્સ: ઓપરેશન થિયેટરમાં


શ્વાસનો હિસાબ લેવા કુદરતને નડ્યો છે,
જેણે જન્મ આપ્યો એનીય સામે પડ્યો છે,
લીલો પડદો પહેરી નિભાવી રહ્યો છે કિરદાર,
તબીબ વિશ્વ રંગમંચ પર તોફાને ચઢ્યો છે.
- નિશાંક મોદી

કદીક ખુલે આનંદથી પુરા, કદીક અધૂરા ઘાવ રાખે છે
લાલ અને લીલા પડદા પણ ગજબનો ભેદભાવ રાખે છે.
- નિશાંક મોદી

જરૂરી નથી લોખંડમાં હંમેશા ચળકાટ હોવો જોઈએ,
ખોટા ચુંબકથી બચવા જરાક તો કાટ હોવો જોઈએ.
- નિશાંક મોદી

કોઈ પણ કારણ વગર આજરોજ રંગાઈ ગયા,
કુદરતની મ્હેર જો હોળી પહેલા ભીંજાઈ ગયા.
- નિશાંક મોદી

સ્ત્રીને સાડીનો જ્યાં સમન્વય થાય છે,
સુંદરતા ત્યાં આપમેળે પહોંચી જાય છે.
- નિશાંક મોદી

એવું તો ન હતું કે ઘણું બધું જીતવાની ક્ષમતા ન હતી પણ સિકંદરની વાર્તા હું ભુલ્યો નથી... - નિશાંક મોદી

નજરથી નજર મળી ને ત્યાં વાત ના થઈ,
હાથમાં હાથ હતો ને તોય મુલાકાત ના થઈ,
કોઈક ને પામવાને સ્વપ્નો પાછળ પડ્યાતા,
આંખોમાં નિંદર ભરપૂર હતી ને રાત ના થઈ.
- નિશાંક મોદી


#Ego #દશેરા2019

આજે ના સળગતો, ના આટલો બદનામ હોત,
જો અહંકાર ના હોત તો, રાવણ જ રામ હોત.
- નિશાંક મોદી

#શરદપૂનમ
રાત લાગે રઢિયામણી, એને ચાંદની વળગે જો,
આભ થાય ઘાયલ, પૂનમે એક ચાંદ નીકળે જો.
- નિશાંક મોદી


માન્યતા: દિવાળીમાં કાળા કપડાં ન પહેરાય
હકીકત: દિવાળી ખુદ અમાસે આવે છે.
- નિશાંક

કાળી ચૌદસ

વડું ચર્ચામાંને જળ હોય ભાર પર,
ચાર રસ્તાથી ફેલાય બધું ઢાળ પર,
કદીય ના જીતી શકે નકારાત્મકતા,
સતકર્મ હાવી રહે હંમેશા કાળ પર.
- નિશાંક

ખાલી હાથે નીકળ્યો મુસાફિર, વિકટની શી જરૂર,
માત્ર પીછું રોપી દે, કૃષ્ણને વળી મુગટની શી જરૂર,
ખાલી મનથી સ્પર્શ:, શરમાવાનો સ્વભાવ છે એનો,
દોસ્ત લજામણીના છોડને વળી ઘૂંઘટની શી જરૂર.
- નિશાંક મોદી

🙏જય ગણેશ🙏

મનમાં ઊર્મિસાગરની ભરતી હતી,
ને ઈચ્છાઓ ઘણી અપૂરતી હતી,
શ્રદ્ધાથી થાય શાંત હીનભાવનાઓ,
માનો તો ઈશ્વર નહિ તો મૂર્તિ હતી.
- નિશાંક મોદી

ओ खुदा! अच्छी लगती है, कभी कभी ये तेरी हेराफेरी,
में लोगों की जिंदगी खूबसूरत बनाऊ और यहाँ तू मेरी।
- निशांक मोदी

#ByeBye2019 #Welcome2020

પૂછે કોઈ કે, ગત વર્ષે શું મિસ થઈ ગયું યાર, 
મન કહે બસ ઓગણીસનું વીસ થઈ ગયું યાર.
- નિશાંક મોદી

खुद की गलतियां नही देखता, औरों पे इल्ज़ाम लगाता हु,
दूसरों के जख्म भरते देख, मेरी जलन का बाम लगाता हु।
- निशांक मोदी

सही गलत और गलत सही दिखता है,
हो इंसान जैसा उसे वही दिखता है,
इश्क हो जाए एकबार मुखौटे से फिर
टूटे आईने में कभी चहेरा नही दिखता है।
- निशांक मोदी

Sunday, March 1, 2020

Random 15

#Random 15

ને પછી રંગોએ બધું અભિમાન છોડી દીધું,
જ્યારે કોઈકે પેન્સિલથી મોરપીંછ દોરી દીધું.
- નિશાંક મોદી

પ્રજાસત્તાક દિવસ 2020

મને દેશભક્તિ જગાડવાનું તું એક કારણ આપ,
દેશનું ઘડાઈ ચૂક્યું તું માનવતાનું બંધારણ આપ,
સરહદ પર લડે જવાન વાત વ્યાજબી ગણાય,
સરહદ અંદર લોકો ન લડે તું એનું મારણ આપ.
- નિશાંક મોદી

कहानी बदल जाती है, क़िरदार बदल जाते है,
मंज़िल बदल जाती है, मुसाफिर बदल जाते है,
इंसान बन जन्मा है, जिंदा रख इंसानियत तू,
उससे खुदा बदल जाते है, काफ़िर बदल जाते है।
- निशांक मोदी


જિંદગી જીવવાની જબરી ફાવટ જોઈ,
કોઈના મુખ પર હાસ્યની બનાવટ જોઈ,
ભરેલા હૈયા સાથે ક્યાંક છલકાતુતુ મન, 
આંખો લૂછતી પાંપણની સમજાવટ જોઈ.
- નિશાંક મોદી

વાહ, શબ્દો સુઝાડયા

હું રમું થડ પર, તારી ઝૂલતી ડાળી છે,
ઝાડ પામવાને બંનેની જોર તૈયારી છે,
કોણ જીતશે આ સ્વરાજ લીમડાનું,
નક્કી કરતું યુદ્ધ મેદાન એક પાળી છે.
- નિશાંક મોદી

रोजाना दुश्मन बढ़ते जाते थे,
छोड़ो दोस्त यहा कौन से काम के थे... - निशांक मोदी

जगमगाहट कहा स्थायी है, हर सितारा टूटता है,
सूरज की बात मत करना, वो हर रोज डूबता है।
- निशांक मोदी

ढल गया एक चाँद आज, अब सुबह का इंतजार है,
खून किया किसी और ने किसी और पे इल्जाम है।
- निशांक मोदी

કોઈનું દુઃખ સાંભળીને આપડું લાગવા લાગ્યું છે,
ચાલ એ બહાને, માણસપણું જાગવા માંડ્યું છે.
- નિશાંક મોદી