Sunday, March 4, 2012

છોડ આભ આંબવાની વાતો, આ પંખીનો જીવ તો છે પાંખમાં
રાખું છું હું ખ્યાલ દેહનો, ક્યાંક પલટાઈ ના જાય એ રાખમાં,
હવે ના કરીશ સહેજ પણ દર્દભરી વાતોનું આમ પુનરાવર્તન,
હજી થોડીવાર પહેલા જ માંડ સુકાયા છે આંસુઓ આ આંખમાં

----------

પ્રેમીનો પત્ર મળતા પ્રેમિકાએ લખ્યું,

કોણ સમજાવે આને, પ્રેમપત્રમાં કાળો રંગ ના વપરાય,
વહેવડાવવું પડે લોહી અને પછી એના રંગથી લખાય...

પ્રેમીનો પ્રતિઉત્તર,

ભૂલી ભાવ અક્ષરનો રંગ જોઈ તારો રંગ કેમ બદલાય,
કાળું પડ્યું લોહી, જવા દે આ વાત તને નહિ સમજાય...

----------

સાંભળ ધ્યાનથી તારો ધબકાર કઈક કહે છે,
રક્ત પણ તને સમજાવતા અટકીને વહે છે,
ના ચુકીશ બસ તું માણવાનું હરપળને પણ,
સમજી લે દિલના ૧ ખૂણામાં દર્દ જ રહે છે.

----------

પરાણે કરવી પડે, તો એને પ્રીત ના કહેવાય,
સાબિત કરવી પડે, તો એને જીત ના કહેવાય,
કિનારે ઉભો રહી કરે તું પાણીમાં છબછબીયા,
દોસ્ત ખલાસીના જીવનની આ રીત ના કહેવાય....

----------

મળ્યું મને બધુ જ, કોઈ ચીજનો અભાવ નથી,
માન્યું, આંખોમાં નૂર ને ચહેરાનો પ્રભાવ નથી,
દોસ્ત, ઈચ્છા મારી જીતવાની લોકોના દિલો,
પણ શું થાય સિકંદર જેવો મારો સ્વભાવ નથી

----------

મેળવી ગુમાવાનો કોઈ ગમ નતો, આમેય જે હતું એમાં ક્યાં દમ હતો

----------

તું આપતા શીખી જા, ઈશ્વર તને મેળવતા શીખવી દેશે.

----------

પૈસો, પ્રેમ, પતિ/પત્ની નસીબમાં હોય એ જ મળે છે. બાકી તો પ્રભુને પ્રાર્થના કરો.

----------

પ્રેમની વ્યાખ્યા કરવી હોય તો ઘણી થાય,
લાગણી આ સમજતા વાર પણ ઘણી થાય.

----------

તીર ખરા સમયે ચાલે તો જ કામનું,
ભલેને હોય પછી અર્જુનનું કે રામનું

----------

રેતીને પૂછે દરિયો, તું કેમ આટલી મારા પર ઢળે છે,
એવું શું તારામાં કે આ મોજા સ્પર્શીને પાછા વળે છે,

દરિયાને કહે રેતી, મારા પ્રેમનો તને આ સંકેત મળે છે,
હું તો તને ચાહું દિલથી પણ તારા મોજા તને જ છળે છે

----------

તું પાણીને હું વાદળ, ચાલ મળી મલ્હાર રાગ માંડીએ
ઘણું છીનવ્યુ છે તે દુઃખ મારું, ચાલ હવે ભાગ પાડીએ.

----------

આખરે તો તું ને હું, 'હુતો-હુતી' બનીને ઝગડવાના,
ચાલ કાઢીએ થોડો સમય એકબીજાને સમજવામાં

----------

જેમ સ્ત્રીને પુરુષની નજર પારખતા આવડે છે તેમ પુરુષને સ્ત્રીના આંસું પારખતા આવડે છે

----------

કઈ વાતનું લાગ્યું માઠું, હજુ આજેય નથી એ જાણમાં,
નક્કી રહી ગયો હશે કોઈ શબ્દ એના રૂપના વખાણમાં

----------

कभी मनाते हम ईद, कभी मनाते हम दीवाली,
मयखाने जैसा नहीं, जहा सिर्फ हो जाहोजहांली

----------

માણસ બસ એક વાત ક્યારેય ધ્યાનમાં નથી લેતો.
કે ભયાનક લાલ રંગ માત્ર લોહીનો જ નથી હોતો

----------

માંડ ચઢ્યો પતંગ, ને સજાયું તું આભ આસમાની
હવાનો સાથ પણ પુરો ને દોરીએ કરી બેઈમાની

----------

કામ કઢાવ્યા પછી કહેતો ફરે આ માણસ,
નથી કર્યું કાઈ પણ મેં મારા સ્વાર્થ ખાતર,

અરે! કૃષ્ણ પણ ફર્યા ત્યાં બોલી કુરુક્ષેત્રમાં,
લડ્યો હું તો આ ધર્મયુદ્ધ બસ પાર્થ ખાતર

----------

જેના તેજથી ચહેરા પર ઉજાસ હતી,
કોણ જાણે કેમ એ આંખો ઉદાસ હતી.

----------

જિંદગીની કિતાબનું એક પછી એક પાનું ફરતું ગયું,
ને થયેલા અનુભવોથી જ શીખવા કઈક મળતું ગયું,
કોશિશ કરી અનેક, સળગાવવા લોકોના ઘરો અમે,
જ્યાંથી આવ્યો વિચાર એ હૃદય જ સાલું બળતું ગયું

----------

ધરતી ગગનનું નવું પ્રેમ પ્રકરણ રચાયું છે,
વાદળોનું મન હર્ષના આંસુથી છલકાયું છે,
ઉકળાટ ને ગરમીની મૌસમને ભૂલી જવા,
ચાલો પલળવા હવે વરસાદનું તેડું આયુ છે.

----------

જીવનમાં હિસાબ ક્યારેય કર્યો નથી,
જીવનનો હિસાબ કરવો પડ્યો નથી

----------

રાખી ઉંચા લક્ષ્ય ચાલ્યો હું જીતવા જીવનની દરેક બાજી,
એકાદ હારે સમજાવ્યું મને,જવા દે,થવા દે બીજાને રાજી

----------

મધદરિયે ગયો મોતી શોધવા આ માણસ, આખરે માંડ શોધી કિનારો પાછો ફર્યો

----------

દુનિયાનો દરેક પુરુષ સ્ત્રીને સમજી શકતો નથી, અને આ વાત સ્ત્રી સમજી શકતી નથી

----------

ઉઝરડાના નિશાનથી ખબર પડી કે વહે એ લોહી પણ હોય,
નહીતર આમ તો વહેતા જોયાતા આંસુઓ જ ના ઘાવ પર.

----------

ગુમાવવાનો ક્યાં કદીય ભય હતો, આમેય ક્યાં કશુંય ખાસ મેળવ્યુ તું આ જિંદગીએ

----------

થોડુંક જોયું છે ને થોડુંક જાણ્યું છે,
જીવનનું સુખ દુઃખ બંને માણ્યું છે

----------

દિલ પર રખકર હાથ,ચુપકે સે ઉસે સહેલાયા હૈ,
મનાકર ઇસે કહા ખોકર કમ જ્યાદા હી પાયા હૈ,
હકીકતે દાસ્તાન ઔર થી ક્યા બયા કરે દોસ્તો,
બસ સમજો જો મિલા ઉસસે હી મન બહેલાયા હૈ

----------

જાણ્યો હવે ફૂલોનો સ્વભાવ, કાંટાની બદનામી એમનાથી જ હતી

----------

હર દિન નયા હૈ ઔર હર રાત નિરાલી હૈ,
દિલ મેં હો જો ખુશી, હર દિન દિવાલી હૈ

----------

બે-ચાર ઈમારત હલાવી શું ડરાવે તું કુદરત, અમે કેટલાય ઘરોને તૂટતા જોયા છે

----------

ચર્ચા શું કરીએ એકાદ હારની, મહત્વની ક્યાં એ બાબત હતી,
સ્વીકાર્યું જે બન્યું એ આમેય જીતવાની ક્યાં કોઈ આદત હતી

----------

ટપકતાં આંસુઓએ બસ એટલું જ સમજાવ્યું,
કે દોસ્ત તારા કરતા અમે થોડું વધુ ગુમાવ્યું

----------

પ્રેમ અને પ્રાર્થના દિલથી થાય તો જ એનું મહત્વ, નહીતર બંને અર્થહીન છે

----------

સલામ કરેગી યહી દુનિયા, જો આજ તેરે આગે ઝૂકતી નહિ,
લૂંટ જાયે સબ તો ગમ ના કરના, તકદીર કભી બીકતી નહિ.

----------

लिए हुए अपने फैसले से हमने आपको चौंका दिया,
ये भी नहीं कहे शकते के आपने हमको धोका दिया,
कभी न निकलती बददुआ मुह से आपके लिए पर,
आपकी वजह से ही खुदा ने हमको ये मोका दिया....

----------

વીતી જિંદગીની પળોને, હવે તારો રોમે રોમ એન્ટીક થયો,
આપ મોકો કહેવા એટલું જ કે, 'આ માણસ રોમેન્ટિક થયો.

----------

દિલકો મિલે તસલ્લી આંખો મેં ઐસી તસ્વીર હોની ચાહિયે,
મુહોબ્બત શિખલાયે રાંઝા કો ઐસી એક હીર હોની ચાહિયે,
પથ્થરો કી દોલત સે બનાદેગા કોઈ ભી તાજમહલ યહાં પે,
પર દફન હોને કે લીયે મુમતાઝ જેસી તકદીર હોની ચાહિયે

----------

"હું પણ કાઈ બોલ્યો નહિ ને તું પણ કાઈ બોલી નહિ,
લોક કહે હશે વાંક તારો જ એ તો બિચારી ભોળી રહી

----------

પ્રેમની ભાષા ખુબ જ સરળ છે, પણ કેટલાય લોકોને એ સમજાતી નથી....

----------

બદલાય વિચારોથી મન, ને લાગણીથી હૃદય બદલાય છે,
બીજું કઈ બદલાય કે નહિ, પણ દોસ્ત સમય બદલાય છે

----------

વાંક બસ એટલો જ મારો હતો,
કે માણસ તરીકે હું સારો હતો.

----------

ક્યારેક હસાવે ક્યારેક રડાવે એ જ જિંદગી,
ક્યારેક રૂઠે ને ક્યારેક મનાવે એ જ જિંદગી,
ચાલ્યા કરે પ્રયત્ન એને બનાવવાના સતત,
આખરે આપણને જે બનાવે એ જ જિંદગી

----------

કભી હમ દોસ્ત કો તો કભી યે દોસ્ત હમકો સતાતે હૈ,
મુશ્કિલ વક્ત મેં કૈસે જીયે યે બાત દોસ્ત હી બતાતે હૈ,
પ્યાર કાં મતલબ ક્યાં હોતા હૈ યે તો નહિ માલુમ હમેં,
પર કૈસે નિભાય પ્યાર કો યે સિર્ફ દોસ્ત હી શીખાતે હૈ.

----------

મારી નબળાઈઓની તને હવે સારી રીતે જાણ છે,
કેમ કહું કે આ હૃદયની દીવાલોમાં પણ પોલાણ છે.

----------

પૂછવું ના પડે તું કેમ છે?,
સમજાઈ જાય એ પ્રેમ છે.

- નિશાંક મોદી ‘નિશ:’

No comments:

Post a Comment