Saturday, July 3, 2021

Random 20

Random 20

એ વૃક્ષ પછી આખી જિંદગી દુઃખી થાય છે,
જ્યાં એક પંખી માળો બાંધીને ઉડી જાય છે.
✍️નિશાંક મોદી

ઢઢ્ઢો મચેડ્યા વગરનો જિંદગીનો પતંગ મસ્ત ચગતો હોય ને અચાનક છાશ પીવે તો શું થાય?..બસ સંબંધોની દોરીમાં ગુચ્છમ સર્જાય...
✍️નિશાંક મોદી

What an evening 🤗

એક ડૂબતો સૂરજ, એક નમતો પતંગ, એક ઢળતી સાંજ,
એક ઉડતો ફુગ્ગો ને ગગનમાં એક નવા પંખીની નવી ઉડાન...
- નિશાંક મોદી

હાથ મિલાવી સ્પર્શ થાય તો કંઈક વળાંક આવે હવે,
નહિતર હસ્તરેખાઓને આ સીધા રસ્તા ફાવી જશે.
- નિશાંક મોદી

ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ

ભારતના કોઈ પતંગિયાને પકડીને છોડો તોય હાથમાં કદાચ ત્રણ રંગ છોડી જાય...🇮🇳
- નિશાંક મોદી

જીવન જીવાય એવું કે પૂજાય સમાધિ પછી,
બાપુ થઈ જાય નામ, મોહનદાસ ગાંધી પછી.
- નિશાંક મોદ

જતા જતા ઠંડીનું છેલ્લું મોજું પર્ણને સ્પર્શી કહે, 
ફરી મોકો મળ્યો છે તને નિખરવાનો આ વસંતમાં
✍️નિશાંક મોદી

માણી લેજો બાળપણ, બાદમાં સમજાશે કે પગાર જમા થવાના મેસેજ કરતા બે મુઠ્ઠી લખોટી જીતવાનો આનંદ વધુ હોય છે...
✍️નિશાંક મોદી

પરિણામ ખોટું આવે પછી તકરારમાં,
ઢાલ જો પરિણમે ધારદાર તલવારમાં...
✍️નિશાંક મોદી

હેપ્પી બર્થ ડે અમદાવાદ
એક દિવસ પણ તને છોડી શકતો નથી હું,
શહેર જોડેનો આ પ્રેમ પણ ગજબ છે મારો...
✍️નિશાંક મોદી.

बात साथ चलने की हुई थी, तुम आगे निकल गए,
बताओ गलती हमारी थी कि आपके इरादे बदल गए।
✍️निशांक मोदी

रहने दो कुछ गलतफहमियां वैसे ही, सुलझाने की कोशिश में वो और उलझती है...
✍️निशांक मोदी

कभी कभी बातें छोटी या बड़ी नही होती, सही या गलत होती है...
✍️निशांक मोदी

Happy Mother's Day
માણસનો પહેલો ભગવાન

એક વ્યક્તિને એક શબ્દનું મહત્વ એટલું કે,
'મા' પરથી 'માતાજી' શબ્દ બન્યો હોવો જોઈએ...
✍️નિશાંક મોદી

સફર બે કાગળોની જન્મથી મરણના છેલ્લા શ્વાસ સુધી,
પૈસાની નોટોને કોલેજની ડિગ્રીની કિંમત બસ લાશ સુધી...
✍️નિશાંક મોદી

નથી હોતી મનમોહક મજા, થતી બધી મુલાકાતમાં,
એમ ભીંજવા ના દોડાય, વાવાઝોડાના વરસાદમાં.
✍️નિશાંક મોદી

તોફાની સમુદ્રને કોણ સમજાવે, 
આમા ઘડીકમાં ડૂબી જવાય,

માણસની તાકાત એક હોડી જેટલી,
હરખના મોજામાં ઉછળે 
ને શોકની લહેરોમાં પછડાય,

અમને ગમે શાંત ઘૂઘવતો દરિયો,
તું તો કુદરત કહેવાય, માણસ સામે
આમ વિવાદે ના ચઢાય,

બાકી હોય જો કોઈ હિસાબ,
એકસામટો વાળી લેને તો છૂટીએ,
આમ હપ્તાઓમાં તું મુશ્કેલીઓ
ના મોકલાય,

દર્દ સહન કરી થાકી ગયા છે લોકો,
દર્દ આપતા આપતા તને નથી લાગતું
કે મન તારું હવે સહેજ બદલાય...
✍️નિશાંક મોદી

तेरे मेरे घर के छपरे में बस इतना सा फर्क है
की तेरे वहाँ पानी घर के बाहर टपकता है...
✍️निशांक मोदी

दिनभर जगने के बाद भी, ना सो पाई वो 'रात' भी,
एक चाय की प्याली से मोहब्बत जो हो गई थी
✍️निशांक मोदी

ऐ वक़्त, अब हो सके तो एक काम करना,
ज़िंदगी के हिसाब में ये दो साल बाद करना...
✍️निशांक मोदी

આવન જાવનની એક સાથ અહીં રજુઆત મળી,
ડાળીએ આમ પર્ણ ખર્યું ને સામે પાછી ઊગી કળી.
✍️નિશાંક મોદી


બે હાથ જોડી, શીશ નમાવી પ્રાર્થના,
પ્રભુ, સંકટના ઘેરામાં ધ્યાન રાખજે,
ચલવી લીધું આ જનમમાં ઘણુંય,
પ્રભુ, બીજા ફેરામાં ધ્યાન રાખજે...
✍️નિશાંક મોદી

गलती करे और कोई, यहाँ बेगुनाह कसूरवार होते है,
कमबख्त चैन से सोते है वो लोग, जो गुनेगार होते है।
✍️ निशांक मोदी

अगर छू जाये दिल को कोई बात,
तो फिर वो बात नही...जज़्बात है
✍️निशांक मोदी

कभी नींद बदल देती है, कभी ख़्वाब बदल देती है,
एक नाराजगी भी जिंदगी का मिज़ाज बदल देती है।
✍️निशांक मोदी

આજે ગગનમાં ધૂમધડાકાનો તરખાટ લાગે છે,
ભરેલા વાદળોની સામસામી બગાવત લાગે છે.
✍️નિશાંક મોદી

સરસ...મને શબ્દો સૂઝયા👍

પાન ખરેલા એક વૃક્ષની વાત હતી,
સાથે બે પંખીઓની મુલાકાત હતી,
એક માળો પિંખાયો વાવાઝોડા પછી,
ઉપર ધગતો સૂરજને ઘરમાં રાત હતી...
✍️નિશાંક મોદી

समझ लो, दुनिया इतनी भी बेखबर नहीं,
तुम डिग्री चुरा सकते हो कोई हुनर नहीं।
✍️निशांक मोदी
 
માઇક્રોફિક્શન વાર્તા: બંધાયેલો હાથ

એક ત્રણ વર્ષના બાળકને ઘરની બારીમાંથી હાથ બહાર કાઢીને એના ઓફીસ જતા પિતાને આવજો કરતા જોયું...એવું લાગ્યું કે જાણે જમાનો ફરી બદલાઈ રહ્યો છે...કારણ હવે આ દ્રશ્ય જલ્દી જોવા મળતું નથી...કાં પિતાના હાથમાં મોબાઈલમાં હોય છે કાં બાળકના...
✍️નિશાંક મોદી

આમ પિંજરમાં પુરી કોઈનો શ્વાસ ના છીનવ,
એક બંધનને સંબંધ કહી મોકળાશ ના છીનવ.
✍️નિશાંક મોદી

हो सके तो कुछ अच्छी बात करते है,
हो सके तो एक दो मुलाकात करते है,
मायूस हम भी है, मायूस तुम भी हो,
हो सके तो ये अफसोस भी साथ करते है।
✍️निशांक मोदी

સત્ય સાથે રામ બન કે ધર્મ સાથે કૃષ્ણ બન,
ખોટા ઉત્તર બનવું એના કરતાં એક પ્રશ્ન બન.
✍️નિશાંક મોદી

હયાતીમાં એમની સાથે કોઈક જાદુઈ ફૂંક હોય છે,
ખ્યાલ નહિ કેમ પણ પિતા હોય છે તો હૂંફ હોય છે.
✍️નિશાંક મોદી

યોગ કરી શકનાર તમામ લોકોને સલામ છે કારણ કે અમે તો સ્કૂલની દસ મિનિટ પ્રાર્થનામાંય આંખો બંધ ન'તા રાખી શકતા અને પીટીના પિરિયડ દરમ્યાન પશ્ચિમોત્તાનાસનમાં નાક અડાવવા ઘૂંટણ વાળવા પડતા હતા...બસ એક શવાસન ફાવે આંખો ખુલ્લી રાખીને😀
✍️નિશાંક મોદી

आंखे नम हो तो बंध करो कुछ अच्छे ख़्वाब मिलेंगे,
दिन ख़राब हुआ तो क्या कल लोग लाजवाब मिलेंगे।
✍️निशांक मोदी

कोशिश करता रहा वो, सबकुछ अच्छा जताने के लिए,
गलत को गलत ना कह शका वो सच्चाई बताने के लिए।
✍️निशांक मोदी

एक डाली सोच रही की कुछ पत्तों को पानी ना पहोंच पाए, शायद भूली ये बात की सूखे पेड़ कट जाते है।🙂
✍️निशांक मोदी

No comments:

Post a Comment